________________ આદિ મંગલ-૨ 1. શ્રી તીર્થકર ભગવંતના સર્વ અતિશયો અને પ્રાતિહાર્યોને હું નમસ્કાર કરું છું. 2. પાંચ પરમેષ્ઠિઓને, ઋષભાદિ ચોવીશ તીર્થકરોને, શ્રમણ ભગવાન મહાવીર દેવને, ગણધરોને અને ભગવાનની પરંપરાના બધા જ આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. 3. ચતુર્વિધ સંઘને હું નમસ્કાર કરું છું. 4. ભગવંતના ધર્મને, તીર્થને અને શાસનને હું નમસ્કાર કરું છું. 5. સર્વ ચૈત્યો, જિનબિંબો, આગમો અને ધર્મની બધી જ વસ્તુઓને હું નમસ્કાર કરું છું 6. શ્રી જિનવાણીને હું નમસ્કાર કરું છું. 7. શ્રી જિનધર્મના બધા જ સ્તોત્રો, યંત્રો અને મંત્રાક્ષરોને હું નમસ્કાર કરું છું. 8. સર્વ સમ્યગ્દષ્ટિ દેવતાઓને હું નમસ્કાર કરું છું. 9. પ્રવચનની અધિષ્ઠાત્રી ભગવતી શ્રુતદેવતાને, શાંતિદેવતાને, સર્વ પ્રવચનદેવતાઓને, દશ દિગ્ધાલદેવતાઓને અને પાંચ લોકપાલદેવતાઓને હું નમસ્કાર કરું છું. 10. અરિહંતાદિ 9 નવપદોને, મ મ આદિ માતૃકાક્ષરોને, ત્રિપદીને, અનાહત દેવતાને, લબ્ધિપદોને, જિનપાદુકાઓને, ગુરુપાદુકાઓને, જયાદિ આઠ દેવીઓને, સોળ વિદ્યા દેવીઓને, સર્વ યંત્રોના અધિષ્ઠાયક દેવ- દેવીઓને, 24 યક્ષયક્ષિણીઓને, ચાર દ્વારપાલોને, ચાર વીરોને, દશ દિગ્ધાલોને, નવ ગ્રહોને અને નવ નિધાનોને હું નમસ્કાર કરું છું. જેના સ્વાધ્યાયથી શ્રી તીર્થકર ભગવંતને હું કાંઈક સાચા અર્થમાં સમજી શક્યો અને ભગવંત વિશે લખવાની પ્રેરણા જાગી તે સર્વ શ્રેષ્ઠ સ્તુતિકાર આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરની શ્રી વર્ધમાન જિન સ્તવનાત્મક બત્રીશીઓ, એ જ મહાન આચાર્ય ભગવંતનું શક્રસવ, કલ્યાણ મંદિર સ્તોત્ર તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન વિરચિત શ્રી વિતરાગસ્તવ અને મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી માનતુંગસૂરિ વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર-એ ચાર સ્તવોના અક્ષરે અક્ષરને, એ મહાન સ્તુતિકારોને અને એ મહાન સ્તુતિકારોના હૃદયમાં જે ભગવદ્ભક્તિ હતી, તેને હું ફરી ફરી નમસ્કાર કરું છું. 12. સર્વ નમસ્કાર કરવા યોગ્ય વસ્તુઓને હું નમસ્કાર કરું છું. - લેખક 1. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય 2. અનાહત દેવતાનો નિર્દેશ સિદ્ધચક્ર યંત્રોદ્ધાર પૂજનવિધિમાં છે. ૩ર અરિહંતના અતિશયો