________________ 34 અતિશયો | (સંક્ષિપ્ત વર્ણન) ચોત્રીસ અતિશયોમાં ચાર અતિશયો ભગવંતને જન્મથી જ હોય છે, એ ચાર અતિશયો સહજ અતિશયો કહેવાય છે ચોત્રીસ અતિશયોમાં અગિયાર અતિશયો ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને પ્રાપ્ત થાય છે. તેથી એ અગિયાર અતિશયો કર્મક્ષય અતિશયો - કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા અતિશયો કહેવાય છે. ચોત્રીસ અતિશયોમાં ઓગણીશ અતિશયો દેવતાઓ કરે છે, તેથી તે દેવકૃત અતિશયો કહેવાય છે. એમ (4+11+19) કુલ ચોત્રીસ અતિશયો છે. ચાર સહજ અતિશયો આ રીતે છે : 1. ભગવંતનું રૂપ જન્મથી જ અદ્ભુત હોય છે. શરીર સુગંધી તથા રોગ, પ્રસ્વેદ (પરસેવો) અને મેલથી રહિત હોય છે. 2. ભગવંતનો શ્વાસોચ્છવાસ જન્મથી જ કમલ સમાન સુગંધી હોય છે. 3. ભગવંતનાં રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધની ધારા જેવાં ધવલ અને દુર્ગધ વિનાનાં હોય છે. 4. ભગવંતની આહાર અને નીહાર (શૌચ)ની ક્રિયા જન્મથી જ અદૃશ્ય હોય છે. (અવધિજ્ઞાની વિના તેને કોઈ પણ જોઈ ન શકે.) અગિયાર કર્મક્ષયજ અતિશયો આ રીતે છે : 1. ભગવંતના સમવસરણમાં યોજન માત્ર ક્ષેત્રમાં મનુષ્યો, દેવો અને તિર્યંચો કોડાકોડી સંખ્યામાં સમાઈ જાય છે, છતાં પણ કોઈ પણ જાતની બાધા (સંકડાશ વગેરે) વિના, સુખેથી ભગવંતની વાણી સાંભળી શકે છે. 2. ભગવંતની વાણી સર્વ ભાષાઓમાં પરિણમનારી હોવાથી બધા જીવો પોત પોતાની ભાષામાં સાંભળે છે. તે વાણી એક યોજન સુધી સંભળાય તેવી હોય છે. 1. અહીં અતિશયો અભિધાન ચિંતામણિ ના ક્રમે આપ્યા છે. અરિહંતના અતિશયો