________________ ભક્તિ એ દેવતા અતિશય કેમ ન હોઈ શકે ? હે દેવાધિદેવ ! જેમ જગતમાં સૌથી અતિશાયી ચડયાતા) આપ છો, તેમ જગતમાં સૌથી ચડિયાતી-સર્વાતિશાયિની કોઈની ભક્તિ હોય, તો ત દેવતાઓની હોય છે. દેવકૃત એકાદશ અતિશય : પક્ષીઓની પ્રદક્ષિણા હે જગપૂજ્ય ! દેવો, દાનવો અને માનવો તો આપને પ્રદક્ષિણા કરે જ છે. પણ મોર આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા પૃથ્વીતલને પવિત્ર કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણા ફરે છે. હે દેવાધિદેવ ! તે પક્ષીઓ દક્ષિણાવર્સમાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિઓ અલંકારિક ભાષામાં કહે છે કે -- ‘તેઓ અલ્પજ્ઞાનવાળાં પક્ષીઓ હોવા છતાં પણ તેઓની આપને વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત પ્રદક્ષિણાવૃત્તિ હોય છે. પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઇન્દ્રિયાદિ અને વિશાળ જ્ઞાનને પામવાના કારણે પક્ષીઓ કરતાં મહાન હોવા છતાં પણ જેઓ જગદ્ વત્સલ એવા આપને વિશે વામવૃત્તિ-પ્રતિકૂલ આચરણ ધારણ કરે તો તેઓની શી ગતિ થશે ? દેવકૃત દ્વાદશ અતિશય પવન દ્વારા પ્રતિકુલ વહનનો ત્યાગ હે નિર્મલ ન્યાયના પરમાધાર ! પાંચે ઇન્દ્રિયોને પુણ્યથી પામેલા એવા તિર્યંચો, મનુષ્ય અને દેવતાઓ આપની સમીપતામાં દુઃશીલ-પ્રતિકૂળ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. કારણ કે એકેન્દ્રિય એવો પવન પણ આપની સમીપતામાં પ્રતિકૂળતા (પ્રતિકૂળ વહન)ના ત્યાગ કરે છે. હે દેવ ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય. હે ભગવન્! આપના પ્રભાવથી એકેન્દ્રિયો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તો પછી પંચેન્દ્રિયો વિજ્યને ધારણ કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. દેવકૃત ત્રયોદશ અતિશય માર્ગસ્થિત તરુઓનું નમન હે જગતના શિરોમણિ ! વિવેકશીલ દેવતાઓ અને મનુષ્યો આપને નમે એમાં કોઈ વિશષતા નથી, પણ આપના વિહારના માર્ગમાં રહેલાં તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લોકોત્તમ માહાભ્યથી ચમત્કારને ન પામ્યા હોય તેમ મસ્તક વડે આપને નમે છે. તે 1. લા. 11, 2. કલા " . 3. H. 13. 206 અરિહંતના અતિશયો