________________ મનોવાંછિતની પૂર્તિ થાય છે. લોકોમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લોકો ઘેર ઘેર મહોત્સવ કરે છે, ભગવંતના જન્મનાં મંગલ ગીતો ગવાય છે. ઘરેઘરે વધામણાં કરાય છે. ભગવંતના જન્મથી સ્વર્ગ અને પાતાલભૂમિમાં રહેતા દેવતાઓ પ્રમુદિત થાય છે. તેઓ શાશ્વત ચૈત્યોમાં મહોત્સવ કરે છે. દેવાંગનાઓ ધાત્રીકર્મ કરે છે. દેવાંગનાઓ નવાં નવાં આભરણો ધારણ કરે છે અને અનેક પ્રકારની ક્રીડાઓ કરાવે છે. દેવેન્દ્ર પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગૂઠામાં અમૃતનો સંચાર કરે છે. બાલકાલમાં પણ શ્રી તીર્થકર ભગવંતો ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સહિત હોય છે, અપરિમિત બલ અને પરાક્રમવાળા હોય છે, દેવતાઓ અસુરો અને મનુષ્યો વડે અક્ષોભ્ય હોય છે, બીજા બાળકો કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હોય છે, ત્રણે લોકની રક્ષા કરવામાં અશુધ્ધ શક્તિવાળા હોય છે, અધ્યયન કર્યા વિના પણ વિદ્વાન હોય છે, શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહોમાં કુશળ હોય છે, અલંકાર વિના જ બધાં જ અવયવોથી ઉત્તમ સૌંદર્યવાળા હોય છે, શિશુકાળમાં પણ વાણી અવ્યક્ત હોવા છતાં પણ દેવો, અસુરો અને મનુષ્યોને પણ આનંદ પમાડનારા હોય છે, અચપલ સ્વભાવવાળા હોય છે, લોલુપતા વિનાના હોય છે અને શેય પદાર્થોના સ્વભાવને જાણનારા હોવાથી નિઃસ્પૃહ હોય છે. શ્રી તીર્થકર ભગવંતો જન્મથી જ રોગ, સ્વેદ [પરસેવો] મલ વગેરેથી રહિત દેહવાળા હોય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળની જેમ બહુ સુવાસિત દેહવાળા હોય છે અને ગાયના દૂધની ધારા જેવા શ્વેત રક્ત અને માંસથી સહિત દેહવાળા હોય છે. તેઓના આહાર-નવાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય હોય છે. આ ચાર અતિશયો તેઓને જન્મથી જ સહજ હોય છે. અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્દભવથી પવિત્ર એવા તેઓના યૌવનકાળમાં તેઓનાં રૂ૫ અને સૌભાગ્યની શોભા તો એવી અદ્ભુત હોય છે કે દેવતાઓ, અસુરો અને મનુષ્યોના સ્વામીઓના (ઇન્દ્ર આદિના) અંતઃકરણમાં પણ પરમોચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સર્વદેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણ રૂપને નિર્માણ કરે તો પણ તે રૂ૫ ભગવંતના અંગૂઠાના રૂપની આગળ જાજ્વલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શોભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતોના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ (ચાલ), સત્ત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે. ખરેખર રૂપ, સૌભાગ્ય અને એક હજાર ને આઠ બાહ્ય લક્ષણોથી સહિત એવું તેઓનું 36 અરિહંતના અતિશયો