________________ હે પ્રભુ! અહીં સમવસરણને વિશે નીલા વર્ણવાળા, ઉજ્વલ, દેદીપ્યમાન રત્નજડિત સુવર્ણના સિંહાસન પર બેઠેલા અને ગંભીર વાણીવાળા એવા તમોને ભવ્ય પ્રાણીઓ રૂપી મોરો મેરુ પર્વતના શિખર પર રહેલા અને મોટી ગર્જના કરતા નવ મેઘની જેમ ઉત્સુકતાથી જુએ છે. આ પ્રાતિહાર્ય વિશે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે - सिंहासने मणिमयूखशिखाविचित्रे, विभ्राजते तव वपुः कनकावदातम् / बिम्बं वियद्विलसदंशुलतावितानं, तुङ्गोदयादिशिरसीव सहस्ररश्मेः / / 29 / / હે ભગવન્! જેવી રીતે ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપર ઉદ્યોતમાન કિરણોરૂપી લતામંડપ વડે સૂર્યનું બિબ શોભે છે તેવી જ રીતે મણિઓનાં કિરણોના અગ્રભાગોથી વિચિત્ર (રંગબેરંગી) સિંહાસન ઉપર સુવર્ણ જેવું આપનું શરીર વિશેષ કરીને શોભે છે. તિલોયપત્તિમાં કહ્યું છે કે તે તીર્થકરોનું નિર્મલ સ્ફટિક રનથી નિર્મિત અને ઉત્કૃષ્ટ રત્નોના સમૂહોથી ખચિત જે વિશાળ સિંહાસન હોય છે, તેનું વર્ણન કોણ કરી શકે ?" છઠું મહાપ્રાતિહાર્ય ભામંડલ આ પ્રાતિહાર્યનું વર્ણન પૂર્વે કર્મક્ષયજ અતિશયોમાં તૃતીય કર્મક્ષયજ અતિશય ભામંડલના વર્ણનમાં આપેલ છે. સાતમું મહાપ્રાતિહાર્ય દુંદુભિ उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः स्याद् / ઊંચે આકાશમાં ભુવનવ્યાપી દુંદુભિધ્વનિ થાય છે. દુંદુભિના પર્યાયવાચી શબ્દો ‘ભેરી” અને “મહાઢક્કા’ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં મળે છે. 1. ચતુર્થ મહાધિકાર. 2. અ. ચિ. કાં. 1 શ્લો. ૬ર. 3. પ્રવ. સાર. ગા. 480 વૃત્તિ. o અરિહંતના અતિશયો