________________ પરાજિત કરતું એવું ભામંડલ-પ્રકાશનું મંડલ (વર્તુળ) દેદીપ્યમાન છે. સ્વામિનું ! આ ભામંડલ એ આપનો ઘાતિકર્મક્ષય-સહચરિત અતિશય છે; છતાં તે જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય, સકલજનનિરીક્ષણીય શરીર અતિ તેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય ! “હે યોગવરચક્રવર્તિ ! આ જે અગિયાર અતિશયો પૂર્વે વર્ણવ્યા તે આપના દર્શનજ્ઞાનચરણરૂપ રત્નત્રયના પરમ એકીભાવરૂપ યોગસામ્રાજ્યનો મહાન વિલાસ છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સંપત્તિને ઉત્પન્ન કરનાર છે. તે સ્વામિન્ ! કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મક્ષયજ અતિશયોને સ્વચક્ષુથી નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે. નાથ ! આપના આ અતિશયો કવળ હજાર બે હજાર માણસોને જ વિદિત હોય એવા નથી, એ તો ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે. હ દેવાધિદેવ ! આપે લોકોત્તમ ભવ્ય પુરુષાર્થ કરીને જે કર્મક્ષય કર્યો તેના પ્રભાવથી આ યોગમહાલક્ષ્મી આપને સ્વયંવરી છે. શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ-૩ના શ્લોક-૧૩-૧૪-૧૫ અતિશયો વિશે નથી, છતાં સંપૂર્ણ પ્રકાશ-૩ તૂટે નહીં, એ અપેક્ષાએ મૂલ પાઠમાં સંગૃહીત કર્યા છે. એ શ્લોકોનો ભાવ નીચે મુજબ છે.” હે નિરુપમશક્તિ સંપન્ન સ્વામિનું ! કેવળ આપ જ અથવા આપથી અનુગ્રહીત (દેવાધિદેવની કૃપાને પામેલા) જનો જ જ્ઞાનાવરણીયાદિ કર્મવનને મૂળથી ઉખેડે છે, બીજાઓ કદાપિ નહીં. પૂર્વના અનેક જન્મોમાં પુષ્ટિને પામેલું કર્મવન આપ વિના મૂળમાંથી કોણ ઉખેડી શકે ? સર્વ સુંદર મોક્ષસાધનોનાં ધામ ! ભગવન્! સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ ઉપાયમાં (મોક્ષના હેતુમાં) આપ પવિત્ર ક્રિયાના વારંવાર આસેવન વડે તેવી લોકોત્તર રીતિથી પ્રવર્યા કે જેથી ઇચ્છા ન હોવા છતાં ઉપય-પરમપદની પરમ લક્ષ્મી-અરિહંત પદવીને આપ પામ્યા. મૈત્રીના પવિત્ર પાત્ર (આધાર), મુદિતા (પ્રમોદ)થી સિદ્ધ થયેલ પરમાનંદમાં વિરાજમાન, કૃપા (કરુણા) અને ઉપેક્ષા (માધ્યસ્થ)વડે જગતને પૂજનીય બનેલા આપયોગાત્મા (મૂર્તિમાન યોગ)ને મારી ત્રિકરણયોને નમસ્કાર હો. (યોગનું મૂર્તિમાન પરમ સ્વરૂપ સર્વ અતિશયોથી સંપન્ન શ્રી તીર્થકર ભગવાન જ છે.) 1. શ્લો. 12. અરિહંતના અતિશયો 299