________________ દેવકૃત તૃતીય અતિશય પાદવિન્યાસર્થે સુવર્ણકમલ હે દેવાધિદેવ ! કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી આપના ચરણકમળ ભૂમિને સ્પર્શતા નથી. ભક્તિથી સભર હૃદયવાળા દેવતાઓ આપના નિમિત્તે નવ સુવર્ણકમળોની સતત ક્રમબદ્ધ રચના કરે છે. આવી સુવર્ણકમળની અદ્ભુત રચના જોઈને કવિઓ ઉ–ક્ષા કરે છે કે - “હે સ્વામિન્ ! એ સુવર્ણકમળો તે કેવળ સુવર્ણકમળો જ નથી, કિન્તુ એ સુવર્ણકમળના મિષથી દેવતાઓએ વેરેલી એ કમલનિલયા શ્રી લક્ષ્મી) છે. હે ભગવન્! ત્રણે ભુવનની લક્ષ્મીના નિવાસરૂપ આપના પાદચાસથી પથ્વી શ્રીવાળી (શોભાવાળી, લક્ષ્મીવાળી, સુસમૃદ્ધ થાય) જ છે.” દેવકૃત ચતુર્થ અતિશય ચતુર્મુખત્વ હે જગતના બાંધવ ! આપ જ્યારે ધર્મદેશના આપવા માટે સમવસરણમાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાઓ છો ત્યારે અન્ય ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ આપની પ્રતિકૃતિઓ વિરચે છે. અહીં કવિઓ કહે છે કે - હે નાથ ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મ પુરુષાર્થની એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણા કરવા માટે જ જાણે આપ ચતુર્મુખ ન થયા હો !" દેવકૃત પંચમ અતિશય : ત્રણ પ્રકાર (ગઢ) હે જગતનાં શરણ્ય ! આપ જ્યારે ત્રણે ભુવનને રાગ-દ્વેષ-મોહરૂપ ત્રણે દોષાથી બચાવવા ધર્મ-દેશના દ્વારા પ્રવૃત્ત થાઓ છો ત્યારે વૈમાનિક જ્યોતિષી-ભવનપતિ પ્રકારના દેવતાઓ અનુક્રમે મણિ-સુવર્ણ-રતના ત્રણ પ્રાકાર રચે છે. અહીં કવિઓ કહે છે કે - ‘હે નાથ ! રાગ-દ્વેષ-મોહરૂપ ત્રણ શત્રુઓને આપના વિના કોઈ પણ ન જીતી શકે. અમે એમ માનીએ છીએ કે - આ ત્રણ અતિ બળવાન શત્રુઓથી ત્રણે જગત એકી સાથે બચાવવા માટે જ આ ત્રણ પ્રકારની રચના થઈ છે, કારણ કે ગઢથી જ સુંદર રક્ષણ થઈ શકે !' દેવકૃત ષષ્ઠ અતિશય કાંટાઓનું અધોમુખ થવું હે” સ્વામિન્ ! ભવ્ય સત્ત્વોને સંસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે, દુર્જનોનું મુખ પણ નીચું 1. શ્લો. 3. 2. ગ્લો, 4. 3. બ્લો. 5. 4. શ્લો. 6. 5. સંસ્કૃતમાં કંટક શબ્દ દુર્જનના અર્થમાં પણ વપરાય છે. 202 અરિહંતના અતિશયો