________________ ભગવાન પણ પોતાના સર્વ ભક્તજનો સાથે મારી છાયામાં વિશ્રાંતિને પામે છે ! આથી અધિક સૌભાગ્ય જગતમાં બીજું કયું હોઈ શકે ? સર્વ જગતના મસ્તકે રહેલ ભગવાનના પણ મસ્તકે હું છું.” હે સ્વામિન્ ! આ અશોક વૃક્ષના પ્રમોદનાં ચિહ્નો અમે જયાં અને તેથી જ ઉપરનું અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય અને અનુરાગનું પ્રગટીકરણ એ પ્રમોદનાં ચિહ્નો છે. તે સર્વ ચિહ્નો અમે આ અશક વૃક્ષમાં સ્પષ્ટ જોઈએ છીએ. તે આ રીતે - “હે દેવ ! અશોક વૃક્ષનાં પુષ્પોની સુગંધથી લુબ્ધ થઈને મસ્તીમાં ભમતા આ ભમરાઓનો જે ઝંકાર નાદ છે, તે વડે તે આપના ગુણોનું આનંદથી ગાન કરી રહેલ છે. હે નાથ ! આ મૃદુ પવનની લહરીઓથી ચંચલ થયેલાં પાંદડાંઓ વડે તે નૃત્ય કરી રહેલ છે. હે પ્રભો ! તે રક્ત-લાલ વર્ણવાળો એટલા માટે છે કે - ત્રણે જગતના ભવ્ય જીવોના મનમાં રહેલ આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સંજીવની રૂપે રહેલા આપના ગુણોમાં તેને બહુ જ રાગ છે. ત્રણે જગતમાં સર્વથી ઉપર રહેલ આપ ભગવંતની પણ ઉપર જેને રહેવાનું મળ્યું તે પ્રમોદથી મસ્ત કેમ ન હોય ?' દ્વિતીય મહાપ્રાતિહાર્ય : સુરપુષ્પવૃષ્ટિ ત્રણે ભુવનના સર્વ પુષ્પો વડે પૂજનીય હે પ્રભો ! આપની સમવસરણ ભૂમિમાં સુમનસો- દેવતાઓ સુમનસો-પુષ્પોની મહાવૃષ્ટિ કરીને આપની મહાન પૂજા-ભક્તિ કરે છે. નાથ ! એક યોજન સુધીની સંપૂર્ણ સમવસરણ ભૂમિમાં દેવતાઓનું જાનુ (ઢીંચણ) પ્રમાણ પુષ્પ પ્રકર વેરે છે. દેવાધિદેવ ! તે દેવતાઓ આપના ભક્તજનોની પણ કેટલી બધી કાળજી રાખે છે. ભક્તજનોના કોમળ પગને પુષ્પના દીઠનો કઠણ ભાગ ન અડે એટલા માટે બધાં જ પુષ્પોના દાંઠ નીચે અને મુખ-વિકસિત કોમળભાગ ઉપર હોય છે અને તે સ્વામિન્! આપનો પણ કેવો મહાન અતિશય પ્રભાવ કે કરોડો લોકો તે પુષ્પો ઉપરથી સ્વચ્છંદ રીતે સંચરવા છતાં એક પણ પુષ્પને અલ્પ પણ કિલામણા-પીડા ન જ થાય. ત્રણે જગતને સંપૂર્ણ અભયદાન આપવા માટે સદા કટિબદ્ધ એવા આપની હાજરીમાં કોઈ પણ જીવને કિલામણા-પીડા થાય જ કેવી રીતે ? નાથ ! તે ભવ્ય જીવો ધન્ય છું કે જેઓએ સમવસરણમાં વિરાજમાન, ધર્મદેશના વડે સમગ્ર જગતનું કલ્યાણ કરતા, દેવેન્દ્રો વડે પૂજાતા, ગુણધરાદિ વડે નમસ્કાર કરાતા અને મૃગલાં જેવાં નિર્દોષ 1. i. 2. 2. “સુમનસ્' શબ્દના સંસ્કૃત ભાષામાં બે અર્થ છે : દેવતા અને પુખ. અરહંતના અતિશયો