________________ પરિશિષ્ટ-૮ શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત લોકપ્રકાશ (ભાષાંતર સહિત)' કાલલોક, સર્ગ-૩૦ના આધારે પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. લોકપ્રકાશ અષ્ટ મહાપ્રાતિહાર્ય સમવસરણ ન હોય તો પણ શ્રી અરિહંતોને આઠ મહાપ્રાતિહાર્ય નિયત (અવશ્ય) હોય છે. 1. અશોક વૃક્ષ અત્યંત શોભાવાળો અશોક વૃક્ષ એક યોજન વિસ્તૃત હોય છે. તેનાં ચંચલ (હાલતાં) નવકોમળ પાંદડાં જોતાં એવું લાગે છે કે તે જાણે હાથના અગ્રભાગ વડે ભવ્ય જીવોને સમવસરણમાં વિરાજમાન અથવા વિહારાદિથી ભૂમિકલને પાવન કરતા શ્રી જિનેન્દ્ર પરમાત્મા પાસે આવવા માટે આમંત્રણ ન આપતો હોય. 2. સુરપુષ્પવૃષ્ટિ શ્રી જિનેશ્વર ભગવંતોની દેશનાભૂમિમાં દેવતાઓ પાંચ વર્ણનાં અને જેઓનું ડીંટ નીચે છે એવાં પુષ્પો જાનુ (ઢીંચણ) પ્રમાણ વેરે છે. 3. દિવ્યધ્વનિ માલકોશ પ્રમુખ ગ્રામરાગોથી પવિત્રિત એવો શ્રી અહંતોનો ધ્વનિ, દેવતાઓએ કરેલ ધ્વનિથી મિશ્રિત થઈને, એક યોજન સુધી ચારે બાજુ ફેલાઈ જાય છે. - 4, ચામર ચંદ્રમા સમાન ઉજ્વલ ચામરો વારંવાર નીચે અને ઊંચે થઈ રહ્યા હોય છે. તેઓ નમન (નીચે થવું) અને ઉન્નમન (ઊંચે જવું) વડે સૂચવે છે કે પ્રભુને નમસ્કાર કરવાથી સર્જના ઊંચી ગતિને પામે છે. 1. આ ગ્રંથમાં જે અતિશર્યા અને પ્રાતિહાર્યોનું વર્ણન છે, તે અહી આપેલ છે. 2. પૃ. 312-313. અરિહંતના અતિશયો રર૩