________________ દરેક સિંહાસનની આગળ પ્રકાશમાન રત્નજ્યોતિ-સમૂહોથી શોભતું પાદપીઠ હોય છે. તે શ્રી અરિહંતનાં ચરણોના સમાગમથી જાણે ઉલ્લાસવાળું ન થયું હોય ! પ્રત્યેક સિંહાસનની ઉપર મોતીઓની શ્રેણીઓથી શોભતાં ત્રણ છત્ર હોય છે. પ્રત્યેક સિંહાસનની બન્ને બાજુ ચંદ્ર જેવા ઉજ્જવલ બે બે ચામરોને ધારણ કરનારા અને સર્વ અલંકારોથી વિભૂષિત બે બે દેવતાઓ હોય છે. સિંહાસનની આગળ દરેક દિશામાં સોનાના કમલ ઉપર સંસ્થિત એવું અને તેમાં સૂર્યને પણ જિતનારું એકેક ધર્મચક્ર હોય છે. તે બતાવે છે કે - શ્રી અરિહંતો ત્રણે ભુવનના ધર્મચક્રવર્તિ છે. ફરાયમાન જ્યોતિવાળા તે ધર્મચક્રનું સ્મરણ કરતાંની સાથે જ તે વિરોધીઓના મદને હરનારું છે. સિંહાસન, ધર્મચક્ર, ધ્વજ, છત્ર અને ચામર એ બધા શ્રી અરિહંત ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશમાર્ગે ભગવંતની આગળ ઉપર ચાલે છે. ચારે દિશાઓમાં એક હજાર યોજન ઊંચા ચાર મહાધ્વજ હોય છે. તે બધા ઘંટાઓ, નાની પતાકાઓ આદિથી સહિત હોય છે. અરિહંતના અતિશયો