Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 285
________________ (5) બુદ્ધ પોતાના ચિત્ત વડે બીજાના ચિત્તને જાણી લે છે. (9) એક વખત બુદ્ધના શરીર પર જૂનાં કપડાં હતા. તે ધોવાનો બુદ્ધને વિચાર થયો. તે પ્રદેશમાં પાણી ન હતું. ઇંદ્ર પુષ્કરિણી (સુંદર સરોવર) બનાવી. પછી બુદ્ધને વિચાર આવ્યો. “કપડા શાના ઉપર ધોઉં?” ઇંદ્ર શિલા બનાવી. પછી તે શિલા ઉપર બુદ્ધ કપડાં ધોયાં. (7) બુદ્ધને ભોજનની વિનંતી કરવા તાપસ દૂરથી આવે છે. જ્યાં ભોજન માટે જવાનું હતું તે સ્થળે જંબુવૃક્ષ (જંબુદ્વીપ જેના કારણે જંબુદ્વીપ કહેવાય છે, તે જંબુવૃક્ષ) ના ફળ (જાંબુ) ઋદ્ધિથી લઈ આવીને બુદ્ધ તાપસ પહેલાં જ (ભોજન સ્થળે) પહોંચી જાય છે. (8-9-10) એ જ રીતે બુદ્ધ જંબુવૃક્ષની બાજુનાં બીજાં 3 વૃક્ષો પરથી આંબા વગેરે જાતનાં ફળો લાવે છે. (11) એ જ રીતે બુદ્ધ દેવલોકમાંથી પારિજાત પુષ્પો લાવે છે. (12) યજ્ઞ માટે લાકડાં ફાડવાનાં હતાં. લાકડાં કઠણ હતાં, તેથી તાપસો ફાડી શકતા ન હતા. બુદ્ધના વચન માત્રથી બધાં લાકડાં તરત જ ફાડવાની શક્તિ તાપસોમાં આવી ગઈ. (13) બુદ્ધે કહ્યું, ‘અગ્નિ પ્રગટ થાઓ.” અગ્નિ પ્રગટ થયો. એકી સાથે પાંચસો લાકડાં બળવા માંડ્યા. (14) એક વખત હેમંત ઋતુની હિમની વર્ષાવાળી રાતમાં બુદ્ધ યોગબળથી પાંચસો તાપસી માટે અંગીઠીઓ તૈયાર કરી. (15) એક વખત અકાલ વર્ષા થઈ. આજુબાજુનો બધો પ્રદેશ જળબંબાકાર થઈ ગયો. બુદ્ધને બચાવવા તાપસ નાવ લઈને આવે છે. ત્યાં બુદ્ધને જમીન પર ચાલતા જુએ છે. તે પછી બુદ્ધ આકાશમાં ઊડીને નાવમાં આવે છે.' (આ પંદરમાંના દરેક ચમત્કારથી તાપસ પ્રભાવિત થાય છે, પણ દરેક ચમત્કારના અંત તે એમ જ માને છે કે, “બુદ્ધ મારા જેવા અહેતુ નથી.' બધા જ ચમત્કારો પછી પણ તાપસની એ માન્યતા કાયમ જ રહે છે.) : રાહુલ સાંકૃત્યાયન અનુવાદમાં “રસ્તા પર ફેંકાયેલાં ચીંથરાં' લખે છે. 1. (અહીં યોગબળથી ચમત્કારો બુદ્ધ કર્યા છે, જ્યારે શ્રી તીર્થકર ભગવાન વીતરાગ હોવાથી સ્વયં ચમત્કાર કરતા નથી, પણ ભગવંતના કર્મક્ષયના પ્રભાવથી ચમત્કારો સ્વયં થાય છે - અથવા ભક્તિથી પ્રેરાએલા દેવતાઓ જીવોને ધર્મમાં જોડવા નિમિત્તે ચમત્કારો કરે છે.) ર૭૨ અરિહંતના અતિશયો

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294