________________ ઉપકાર-સ્મૃતિ સર્વ સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓએ આજ સુધી મને ધર્મમાં જે કોઈ સહાય કરી હોય તે બધી જ સહાયની હું કદર કરું છું. શાસ્ત્રોમાં માતા, પિતા, શિક્ષકો, એ બધાનાં સંબંધીઓ અને ધર્મદાતા સરુઓને વડીલ કહ્યા છે. એથી મારા સંસારી અવસ્થાના સ્વર્ગસ્થ માતુશ્રી સુશ્રાવિકા શ્રી ચંપાબાઈ તથા પિતાશ્રી ધર્મનિષ્ઠ સુશ્રાવક જેઠાભાઈ પાસુભાઈ શાહ (કચ્છમાં સાંયરા ગામના) અને બીજા પણ પૂર્વાવસ્થાના સંબંધીઓ, શિક્ષકો વગેરેએ મારા આત્માને ઉપયોગી એવી જે કોઈ સહાય કરી હોય, તે બધાના ઉપકારને પણ હું સ્મૃતિપથમાં લાઉ છું. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ (વિલે પારલે-વેસ્ટ, મુંબઈ)ના પ્રમુખ સુ. અમૃતલાલ કાલીદાસ દોશીનો ફરી ફરી ઉપકાર માનું છું કે તેઓએ મને નમસ્કાર સ્વાધ્યાય, તત્ત્વાનુશાસન, યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ વગેરે ગ્રંથોનું સંપાદનાદિ કાર્ય સોંપીને મારામાં મારા જીવનમાં સાહિત્ય સર્જનની એક નવી જ દિશા ઊભી કરી. તેઓનાં ગ્રંથોનું કાર્ય કરતાં કરતાં મને નવકાર વિશે ઘણું ઘણું જાણવાનું મળ્યું અને ‘યોગ” અંગે જેન અને બીજા ધર્મોના અનેક અમૂલ્ય ગ્રંથો પણ જોવા મળ્યા. આજ સુધી ધર્મનાં જે કોઈ ઉપકરણો (રજોહરણાદિ)એ મને ધર્મમાં જે સહાય કરી છે તે પ્રત્યે મારા હૃદયનો અહોભાવ વ્યક્ત કરું છું. જે પેનો, પેન્સિલો, કાગળો, શાહી વગેરે સાધનો શ્રી વીતરાગ ભગવંત વિશેના આ લખાણમાં કામ આવ્યા છે, તે બધાને હું મારા મસ્તકે ચડાવું છું. અંતમાં સર્વ ઉપકારક જીવો અને વસ્તુઓને નમસ્કાર કરી આ ગ્રંથ સમાપ્ત કરું છું. અંતિમ અંતિમ મંગલ મેં આ ગ્રંથમાં સાકાર પરમાત્માનું જ સ્વરૂપ રજૂ કર્યું છે, તે તો કેવળ તે પરમાત્માના રૂપનો નાનકડો અંશ માત્ર છે, સંપૂર્ણ રૂપ તો કેવળ કેવલજ્ઞાન વડે ગમ્ય છે. અનંત કેવલીઓએ સાકાર પરમાત્માના જે સ્વરૂપને સાક્ષાત્ જોયેલ છે, તે પરિપૂર્ણ સ્વરૂપને મારા, પવિત્ર ભાવથી સદા નમસ્કાર હો, તે દિવ્યાત્મરૂપ સર્વ જીવોનું નિત્ય કલ્યાણ કરતું રહો. - લેખક 1. યાકિની મહાત્તરાર્ન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગબિંદુ મહાશાસ્ત્રમાં - માતપિતા નાચાર્ય જ્ઞાતિવસ્તથા - એ શ્લોક વડે આ બધાને ‘ગુરુ' (વડીલ) કહ્યા છે. 276 અરિહંતના અતિશયો