________________ સમજી કે “મારા સ્વામી કહે છે કે મારો “સરો' એટલે સ્વર-કંઠ સારો નથી; તેથી શી રીતે ગાન કરું ?' બીજીએ ધાર્યું કે “સરો' એટલે સરોવર આટલામાં નથી, એટલે ક્યાંથી પાણી લાવું ?' ત્રીજી સમજી કે - “સરો' એટલે શર-બાણ નથી તો શી રીતે મૃગને મારીને તેનું માંસ લાવી શકાય ?' આ પ્રમાણે ભિલ્લના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતાના માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ. ભગવાનની વાણી તો ઉપમારહિત તથા વચનને અગોચર છે. તે વાણીથી અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે ! કહ્યું છે કે - नयसप्तशतीसप्त-भंगीसंगतिसंगतम् / शृण्वन्तो यद् गिरं भव्या, जायन्ते श्रुतपारगाः / / 2 / / સાતસો નયો એને સપ્તભંગીની સંગતિથી યુક્ત ભગવંતની વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે. 3. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને મનોહર લાગે તેવું ભામંડલ એટલે કાંતિના સમૂહનો ઉદ્યોત પ્રસરેલો છે. શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે - रूवं पिच्छंताणं, अइदुल्लहं जस्स होउ मा विग्धं / / तो पिंडिऊण तेअं, कुणंति भामंडलं पिट्टे / / 2 / / ભગવંતનું રૂપ જોનારાઓને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થાય તે માટે તે સર્વ તેજનો એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ ભામંડલરૂપે રહે છે. તેથી ભગવંતનું રૂપ જોનારાઓ સુખે સુખે ભગવંતની સામું જોઈ શકે છે. 4. દયાના અદ્વિતીય નિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ યોજન અને ઊંચે નીચે સાડાબાર સાડાબાર યોજન એમ સવાસો યોજન સુધીમાં પૂર્વે થયેલા વરાદિક રોગો નાશ પામે છે અને નવા રોગ ઉત્પન્ન થતા નથી. 5. ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી સવાસો યોજન સુધીમાં પ્રાણીઓએ પૂર્વ ભવમાં બાંધેલા અને જાતિથી ઉત્પન્ન થયેલા (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી થતા નથી. 6. ઉપર કહ્યા પ્રમાણેના સવાસો યોજન સુધીમાં ઇતિઓ (સાત પ્રકારના ઉપદ્રવ) તા ધાન્યાદિકને નાશ કરનારા તીડો, સૂડા અને ઉદર વગેરે ઉત્પન્ન થતા નથી. 7. ઉપર કહી તેટલી ભૂમિમાં મારી મરકી) દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ) 1. આ પ્રમાણે અગિયારમા અતિશય સુધી સમજવું. અરિહંતના અતિશયો 229