________________ પરિશિષ્ટ-૧૮ ચૈત્યવૃક્ષ न्यग्रोधाद्या अमी ज्ञानो-त्पत्ति वृक्षा यथायथम् / सर्वेषामहंतां भाव्या अशोकोपरिवर्तिनः / / - લો. પ્ર. સ. 30, પૃ. 214. ન્યગ્રોધ વગેરે જ્ઞાનોત્પત્તિ વૃક્ષો અનુક્રમે તે તે અરિહંતોના અશોક વૃક્ષ ઉપર જાણવાં. દેવવિરચિત અશોક વૃક્ષ ઉપર જે ચૈત્યવૃક્ષ જ્ઞાનોત્પત્તિ વૃક્ષ હોય છે, તેની પાછળ કાંઈક રહસ્ય હોવું જોઈએ. અશોક વૃક્ષ તે પ્રથમ પ્રાતિહાર્ય છે, તેના મૂળ કારણમાં તેના ઉપર રહેલ જે ચૈત્યવૃક્ષ છે, તે સમજાય છે. ભગવંત તો પૂજ્ય છે જ, પણ ભગવંતનું ચૈત્યવૃક્ષ પણ પુજ્ય છે. સામાન્યતઃ એવો નિયમ છે કે શ્રી ભગવંત સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુને દેવતાઓ પૂજ્ય માને છે. દા.ત. ભગવંતના નિર્વાણ પછી ભગવંતના અસ્થિઓ દેવતાઓ દેવલોકમાં લઈ જાય છે અને તેની પૂજા કરે છે. કલ્પસૂત્રમાં કહ્યું છે કે -- ‘ભગવંતના નિર્વાણ પછી અંતિમ સંસ્કાર પછી કેન્દ્ર ભગવંતની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરે છે, ઇશાનેન્દ્ર ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરે છે, અમરેન્દ્ર નીચેની જમણી દાઢા ગ્રહણ કરે છે અને બલીન્દ્ર નીચેની ડાબી દાઢા ગ્રહણ કરે છે. બીજા પણ દેવો બીજી અસ્થિઓ ગ્રહણ કરે છે. તે પછી નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરીને પોતપોતાની સભાઓમાં વજન ડાભડામાં તે અસ્થિઓ રાખીને તેની પુષ્પ, ધૂપ વગેરેથી પૂજા કરે છે. - કલ્પ. સુબો. વ્યા. 7, પ્રત, પૃ. 182 પૂજનીયની પ્રત્યેક વસ્તુ પૂજકમાં ચોક્કસ ભાવોને જગાડવા માટે સમર્થ હોય છે. ભગવંત પણ જ્યારે જ્યારે સમવસરણમાં પ્રવેશ કરે ત્યારે ત્યારે અશોક વૃક્ષની પાસે આવતાં જ સર્વ પ્રથમ ત્રણ પ્રદક્ષિણા અશોક વૃક્ષને કરે છે. ખરી રીતે તે પ્રદક્ષિણા ચૈત્યવૃક્ષને જ હોય છે, એમ સમજાય છે. . પૂર્વે જે કારણો “નમો તિત્વ' માં દર્શાવવામાં આવ્યાં છે, તેમાંનાં કેટલાંક આ પ્રદક્ષિણાને પણ લાગુ પાડી શકાય તેવાં છે. એમ સમજાય છે કે ક્ષપક શ્રેણીરૂપ મહાધ્યાન વખતે ભગવંતે જે મનોવર્ગણાના પુદ્ગલો લીધા અને મૂક્યા તેનાથી આ ચૈત્યવૃક્ષ વાસિત થઈ જાય છે અને ભગવંતના સંનિધાનની જેમ જ એ વૃક્ષ પણ ભવ્ય જીવોને શુભ ધ્યાનમાં સહાય કરે છે. સમવસરણમાં મધ્યપીઠની મધ્યમાં આ અશોક વૃક્ષ હોય છે અને તેની ઉપર મધ્યમાં ચૈત્યવૃક્ષ હોય છે. ભગવંત ચાલતા હોય છે ત્યારે પણ આકાશમાં સૌથી ઉપર આ ચૈત્યવૃક્ષ અરિહંતના અતિશયો 262