Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 275
________________ હોય છે, તે એક મહાન કેવલજ્ઞાન-જય-પતાકા જેવું છે. તે સૂચવે છે કે કર્મરાજના પ્રબલ સેનાની જે ઘાતકર્મો, તેના ઉપર વિજય આ ચૈત્યવૃક્ષની નીચે જ થયેલ છે. આ ચૈત્યવૃક્ષ જ કેવલી તીર્થકર ભગવંતના સંનિધાનમાં સૌથી પ્રથમ આવ્યું છે. તેથી તે મહાભાગ્યશાલી છે. કેવલજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ જે મહાન વિજ્ઞાનનંદરૂપ પર બ્રહ્મ ભગવંતના આત્મામાં પ્રગટ થયું, ત્યારે સર્વ પ્રથમ ક્ષણે આ વૃક્ષ જ ભગવંત પાસે હતું. દેવતાઓ તો આસનકંપ પછી કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવા આવે છે, જ્યાં વૃક્ષ તો દેવતાઓ કરતાં પણ પૂર્વમાં ભગવંત પાસે હતું. આ વૃક્ષ કેવલજ્ઞાન કલ્યાણકનું પણ ઘાતક છે. કેવલજ્ઞાન કલ્યાણક વખતે સંપૂર્ણ લોક (નારકીના જીવો પણ) ક્ષણવાર આનંદમાં આવી જાય છે અને સર્વત્ર મહાન આલ્હાદક ઉદ્યોત થાય છે. ભગવંતની અતિ નજીક રહીને અરે ! ભગવંતને પોતાની પવિત્ર છાયામાં લઈને, આ એકેન્દ્રિય જીવે (વૃક્ષ) આવા આનંદ અને ઉદ્યોતને અનુભવ્યો ! કેવું ધન્ય એ વૃક્ષ ! આ ચૈત્યવૃક્ષની દેવતાઓ પૂજા કરે છે. એ વિશે લોકપ્રકાશ સર્ગ-૩૦ (પૃ. ૨૬૩)માં શ્રી સમવાયાંગ સૂત્રનું અવતરણ આપતાં કહ્યું છે કે - असुरसुरगरुलमहिया चेइयरुक्खा जिणवराणं / શ્રી જિનવરોનાં ચૈત્યવૃક્ષો અસુરો, સુરો અને ગરુડલાંછનવાળા સુર્પણકુમાર નામના ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે. સારાંશ એ છે કે વૃક્ષ એ એક મહાન પ્રતીક છે. આપણી દૃષ્ટિએ અશોક વૃક્ષ આદિ પ્રતિહાર્યો અને અતિશયો એ શ્રી તીર્થંકર નામકર્મરૂપ પુણ્યપ્રકૃતિનું ઉદયાન્વિત મૂર્ત સ્વરૂપ છે. 1. ગરુડનો અર્થ શ્રી સમવાયાંગસૂત્ર, સૂત્ર-૩૪, અતિશય-૩૪ માની વૃત્તિના આધારે કરેલ છે. ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના પંદરમા અધ્યાયનો પ્રારંભ વૃક્ષનાં વર્ણનથી થાય છે. આ મહાન પ્રતીકનો નિર્દેશ ઋગ્વદ (1-24-7) અને ઉપનિષદો (કઠોપનિષદુ-૬-૧) માં પણ છે. આ પ્રતીક બધા જ પ્રાચીન લોકોમાં જાણીતું હતું. સ્કેન્ડીનેવિયાના લોકો એને પવિત્ર અંશવૃક્ષ (lgitraril) તરીકે ઓળખાતા અને એનાં મૂળ મૃત્યુ રાજ્યમાં અને શાખાઓ આકાશમાં માનતા. નંતિ-પ્રવેકૃર્યનાજી દેવી હાર્યાને ઉદ્દેશીને સ્વીનબર્ને નીચેની પંક્તિઓ લખી છે : અનેક ભૂલ વૃક્ષ જે આકાશને આંબે છે - રક્તફલથી પરિપક્વ જીવનવૃક્ષ હું છું; તમારાં જીવનની કળીઓમાં મારાં પલ્લવોનો રસ છે, તમે અમર છો, તમારે મૃત્યુ નથી.' બૌદ્ધ ધર્મ, બુદ્ધને જે વૃક્ષ નીચે જ્ઞાન થયું, તેને બોધિવૃક્ષ કહે છે. તેની એક શાખા કાપીને બહુ જ મોટા ઉત્સવપૂર્વક સિલોનમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેનાથી વૃક્ષ રોપવામાં આવ્યું હતું. તે વૃક્ષ પૂજ્ય મનાય છે. તે સ્થળ તીર્થસ્થળ મનાય છે. (આ વર્ણન ભગવદ્ગીતાનો યોગ (મૂળ અંગ્રેજીમાં, લેખક શ્રીકૃષ્ણપ્રેમ અને અનુવાદક શ્રી કિશનસિંહ ચાવડા) પૃ. ૧૨પના આધારે કરેલ છે. અધિક વર્ણન માટે જુઓ એ ગ્રંથ પૃ. 125/126.) ૨૬ર અરિહંતના અતિશયો

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294