________________ પરિશિષ્ટ-૧૯ દેવાધિદેવનાં પાંચ વર્ણ કોઈ પણ તીર્થકરનો દેહ પાંચ વર્ણમાંથી એક વર્ણનો હોય છે. વર્તમાન ચોવીશીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથ સ્ફટિક સમાન શ્વેત વર્ણના હતા. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી પધરાગ મણિ સમાન લાલ વર્ણના હતા. શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીર સ્વામી સુવર્ણ સમાન પીળા વર્ણના હતા. મલ્લિનાથ અને પાર્શ્વનાથ પ્રિયંગુ વૃક્ષ સમાન લીલા વર્ણના હતા. શ્રી મનિસુવ્રત સ્વામી અને નેમિનાથ અંજનસમાન શ્યામ વર્ણના હતા. તવા તેવા વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતને તેવા તેવા પ્રકારના વર્ણનો દેહ પ્રાપ્ત થાય છે. યોગશાસ્ત્રી, મંત્રશાસ્ત્રો, તંત્રશાસ્ત્રો, ધ્યાનશાસ્ત્રોની દૃષ્ટિએ તે તે પ્રકારના વર્ગો તે તે પ્રયોજનો માટે અગત્યના ગણાય છે. મંત્રશાસ્ત્રના મહાન જ્ઞાતા શ્રી માનતુંગ સુરિએ નમસ્કાર સારસ્વતમાં કહ્યું છે કે -- શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથનું શ્વેતવર્ણમાં બ્રહ્મરંધ્રમાં શ્વેતધ્યાન આમ્નાયપૂર્વક કરવામાં આવે તો તે ધ્યાનના પ્રભાવથી સાધક આત્માને પોતાને કે બીજાઓને સર્વ પ્રકારનાં બંધનોથી મુક્ત કરી શકે છે. વળી આકાશગામિની આદિ વિદ્યાઓથી સંપન્ન થયેલ તે સાધક શાસનનો મહાન પ્રભાવક થાય છે. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામીનું રક્તવર્ણમાં વિધિપૂર્વક કરાયેલ ધ્યાનના પ્રભાવથી સાધકને ત્રણે લોક વશ થાય છે અને સર્વ લોકો તેના ઉપર પ્રીતિવાળા થાય છે. તે ત્રણે ભુવનને પ્રિય થાય છે. શ્રી ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-સુપાર્થ શીતલ-શ્રેયાંસ-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુ-અર-નમિ-વીર તીર્થકરોના સુવર્ણ સમાન પીત ધ્યાનથી જલ, અગ્નિ, રોગ, વિષ, ચોર, શત્રુ, સિંહ, હાથી, સર્પ, યુદ્ધ, શાકિની, ડાકિની, રાકિની, લાકિની, કાકિની અને હાકિની, આ 16 પદાર્થો તત્કાલ સ્તંભિત થઈ જાય છે. : જુઓ નમસ્કાર સ્વાધ્યાય, પ્રાકૃતવિભાગ, પૃ. 268. અરિહંતના અતિશયો 263