Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 261
________________ સમવસરણની રચના વાયુકુમાર દેવોએ એક યોજન ભૂમિ-પ્રદેશમાંથી તણખલાં, કાંકરા, કચરો દૂર કર્યો. વળી મઘકુમારોએ સુગંધી જળનો છંટકાવ કર્યો, જેથી ઊડતી રજ બેસી ગઈ. ડીંટા નીચે રહે તેવી રીતે પંચવર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરી. રજત, સુવર્ણ, રત્નમય ત્રણ કિલ્લા બનાવ્યા. અંદર ચતુર્મુખવાળું સિંહાસન તૈયાર કર્યું. બહાર મોર્ટા ધર્મધ્વજ અને શ્રેષ્ઠ ધર્મચક્રની રચના કરી. દેવો, ઇન્દ્રો અને પ્રતિહારો વડે જયજયકાર કરાતા ભગવંત પૂર્વવારથી પ્રવેશ કરે છે. સિંહાસનને ત્રણ પ્રદક્ષિણા કરીને “મો તિત્ય' - ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર થાઓ, એમ કહીને પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં સરખાં ત્રણ પ્રતિબિંબો થાય છે. એકસો બે ગણધરને પ્રભુએ દીક્ષા આપી. તે પછી પૂર્વદ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પ્રથમ ગણધર, કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો, બાકી રહેલા સાધુઓ, તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઉભાં રહ્યાં. ફરી દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને નૈઋત્ય દિશામાં ભવનપતિ, જ્યોતિષ અને વાનમંતર દેવોની દેવીઓ ધર્મકથામાં મન પરોવીને ઉભી રહે છે. વળી પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં કલ્પવાસી દેવો, મનુષ્યો અને નારીઓ ધર્મશ્રવણ નિમિત્તે સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચાર વિદિશામાં ત્રણ પર્ષદાઓએ સ્થાન ગ્રહણ કર્યા. 248 અરિહંતના અતિશયો

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294