________________ ભેરી, ઝાલર વગેરના મધુર શબ્દોના પડધા સંભળાઈ રહેલા છે. નારદ, તુંબરું, વીણા, વેણુ વગેરેના મધુર ધ્વનિ થઇ રહેલા છે. ઉત્કૃષ્ટ સિંહનાદના શબ્દો ઉછળી દિશામંડળને પૂરી દે છે. આ પ્રમાણે કીડા અને શબ્દ કરતાં જેમનાં અંગમાં હર્ષનાદ સમાતો નથી તેવા દેવા પ્રભુના સમવસરણ તરફ જઈ રહ્યા હતા. એ પ્રમાણે તેઓ ચંપાપુરીમાં પહોંચ્યા. પસાર દેવ ઇન મહારાજને વિનંતી કરી કે - “હે દેવ ! જો આપની અનુજ્ઞા હોય તો હું એકલો જ શ્રી ધર્મનાથ પ્રભુનું સમવસરણ બનાવું. ઇન્દ્ર મહારાજે કહ્યું, “ભલે, એમ હો !" આમ કહેતાંની સાથે શું થયું ? જેમ કે - સમવસરણની રચના એક યોજનભૂમિમાં ધમધમતો વાયુ તીક્ષ્ણ કાંકરા, તૃણ, ધૂળ વગેરે નકામી વસ્તુઓનો કચરો સાફ કરવા લાગ્યો. પવનથી ઊડતી ધૂળને શાંત કરવા, સુગંધી ગંધયુક્ત અને જેનાં વાદળાં દેખાતાં નથી એવો વરસાદ વરસવા લાગ્યો. ત્યાર પછી પુષ્પાસનાં બિંદુમાં લુબ્ધ ભ્રમર શ્રેણિઓના ગુંજારવ જેની ઉપર થઈ રહેલા છે, એવાં કલ્પવૃક્ષનાં ફૂલના ઢગલા, દીટાં નીચેની બાજુ રહે તેવી રીતે, પડવા લાગ્યાં. પછી તે દેવના પરિવારે, વિવિધ પ્રકારનાં રંગવાળાં મણિરત્નનાં કિરણ એકત્ર થવાથી બનેલા મેઘધનુષ્યની શોભાનો દેખાવ આપતો સુંદર ગઢ બનાવ્યો. આ પ્રથમ ગઢની તરત બહાર ઉત્તમ દિવ્ય સુવર્ણથી બનાવેલાં, રત્નથી પ્રકાશિત શિખરવાળો બીજો ગઢ દેવતાએ રચ્યો. તેના ટૂંકા અંતરે સ્કુરાયમાન કાંતિવાળાં ઊંચા શિખરોથી શોભતો ત્રીજો ગઢ રજતમય પણ જલદી બનાવ્યો. પછી ઊંચા સુવર્ણના તોરણવાળા શિખર પર શ્રેષ્ઠ મણિના બનાવેલ વરાહ, હાથી, સિંહ, ઘોડા, સરભ, સસલાં, સાબર વગેરે જેમાં આલેખેલાં છે તેવી ફરકતી ધ્વજાઓથી યુક્ત, મણિઓની ઘડેલી પૂતળીઓની શોભાથી શોભતો, જ્યાં ચામરો વીંઝાઈ રહેલા છે, સુગંધી મહેક મારતો ધૂપ સળગી રહેલો છે, લાંબી પુષ્પની માળાઓ લટકી રહેલી છે અને નાની ધ્વજા ફરકી રહેલ છે એવો તથા મોતીઓની મનોહર માળાઓથી યુક્ત દ્વાર સમૂહ તત્પણ બનાવ્યો. ત્યાર પછી શ્રેષ્ઠ કનકપદ્મથી વિભૂષિત, વિકસિત નીલકમલ અને પુષ્પોથી સુશોભિત, અતિ નિર્મળ જળથી ભરેલી વાપિકાઓની કારોની પાસે રચના કરી. તે પછી પવનથી કંપતાં પલ્લવોવાળા અને વિકસિત પુષ્પોની સુગંધવાળા ઉત્તમ આંબા, ચંપા, અશોક વગેરે સારી જાતનાં વૃક્ષોવાળાં વનના મધ્યભાગમાં તે દેવ ઊંચું, મરુપર્વત જેવું સ્થિર, શ્રેષ્ઠ અને મણિમય એવું ભગવંતનું સિંહાસન બનાવ્યું. ત્યાર પછી પ્રસરેલાં કિરણોવાળું ઝળહળતું પ્રભુનું ભામંડલ રચ્યું. એટલામાં એકદમ દેવતાઓએ ઉત્તમ દુંદુભિ વગાડી. તે પછી કોમળ નવપલ્લવની શ્રેણિયુક્ત, પવનથી કંપતા, ગુચ્છાઓથી શોભતા અને પ્રભુનાં શરીર કરતાં બાર ગણા 24 2 અરિહંતનો અતિશયો