Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 253
________________ અષ્ટ મહાપ્રાતિહાર્ય 1. અશોક વૃક્ષ - શ્રી ઋષભદેવ આદિ તીર્થકર ભગવંતોને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થાય છે, તે જ વૃક્ષ તેઓને અશોક વૃક્ષ કહેવાય છે. શ્રી ઋષભાદિના અશોક વૃક્ષો આ રીતે હતાં : ન્યગ્રોધ, સપ્તવર્ણ, શાલ, સરલ, પ્રિયંગુ, પ્રિયંગુ, શિરીષ, નાગ, અક્ષ, ધૂલી, પલાશ, તંદૂ, તિલક, પીપળ, દધિપર્ણ, નન્દી, તિલક, આમ્ર, કંકલિ, ચંપક, બકુલ, મેષશંગ, ધવ અને શાલ. આ અશોક વૃક્ષો લટકતી માળાઓથી સહિત, ઘંટાઓના સમૂહોથી રમણીય અને પલ્લવ, પુષ્પ આદિથી નમી ગયેલી શાખાઓથી શોભતાં હોય છે. અશોક વૃક્ષ શ્રી તીર્થકર ભગવંત કરતાં બાર ગણો ઊંચો હોય છે. આ અશોક વૃક્ષને જોઈને ઇન્દ્રનું ચિત્ત પણ પોતાના ઉઘાનવનોમાં રમતું નથી. 2. છત્ર-સર્વ તીર્થકરોને ચંદ્રમંડલ જેવા ઉજ્જવલ અને મુક્તાફળોના (મોતીના) સમૂહના પ્રકાશથી સહિત ત્રણ છત્ર શોભતા હોય છે. 3. સિંહાસન-તે તીર્થકરોનું નિર્મલ સ્ફટિક રત્નથી નિર્મિત અને ઉત્કૃષ્ટ રત્નોના સમૂહથી ખચિત જે વિશાળ સિંહાસન હોય છે, તેનું વર્ણન કરવા માટે કોણ સમર્થ છે ? 4. ભક્તગણીથી વેષ્ટિતતા-ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જાડેલા વિકસિત મુખ કમળવાળા ગણા (જનસમૂહ) પ્રત્યેક તીર્થકરને વીંટળાઈન (ઘેરીને) રહેલાં હોય છે. 5. દેવદુંદુભિ - ‘વિષય-કષાયમાં અનાસક્ત અને મોહથી રહિત થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ,' એમ ભવ્ય જીવોને કહેવા માટે જ જાણે દુંદુભિ વાઘ ગંભીર શબ્દ ન કરતું હોય ! 6. પુષ્પવૃષ્ટિ - શ્રી જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળોના મૂલમાં ઉત્તમ ભક્તિયુક્ત દેવોએ કરેલ પુષ્પવૃષ્ટિ થાય છે. પુષ્પો રુણરુણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે. 7. ભામંડલ - દર્શન માત્રની સાથે જ સર્વ લોકોને સેંકડો ભવોનું જ્ઞાન (જાતિ સ્મરણ) કરાવનાર અને કરોડો સૂય સમાન ઉજ્જવલ શ્રી તીર્થકર ભગવંતોનું પ્રભામંડલ જયવંતુ વતે છે. 8. ચામર મૃણાલ, કુંદપુષ્ય, ચંદ્રમા અને શંખ સમાન શ્વેત અને નર્મલા દેવતાઓના હાથો વડે વીંઝાતા ચામરો વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવંત જયવંતા વર્તે છે. ચોત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ મહાપ્રાતિહાર્યથી સંયુક્ત, ભવ્ય જીવોના મોશન કરનારા અને ત્રણ ભુવનના નાથ એવા શ્રી તીર્થકર ભગવંતોને હું નમસ્કાર કરું છું. 240 અરિહંતના અતિશયો

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294