________________ 7. છાયા રહિતતા 8. નિર્નિમેષ દૃષ્ટિ 9. વિદ્યાઓની ઇશતા 10. સજીવ હોવા છતાં પણ નખ રોમોનું ન વધવું 11 થી 18 મહાભાષાઓ, 700 શુદ્ર ભાષા અને સંજ્ઞી જીવોની સમસ્ત અક્ષર અનરાત્મક સર્વ ભાષાઓમાં તાલુ, દાંત, ઓઠ અને કંઠના વ્યાપાર વિના એક જ કાળે ભવ્ય જીવોને ઉપદેશ આપવો. ભગવાન શ્રી જિનેન્દ્ર પરમાત્માના સ્વભાવથી અસ્મલિત અને દિવ્યધ્વનિ ત્રણ સંધ્યાએ નવ મુહૂર્ત સુધી નીકળે છે. અને એક યોજન સુધી જાય છે. એ સિવાય શ્રી ગણધર ભગવંત, ઇન્દ્ર, ચક્રવર્તી વગેરેના પ્રશ્નને અનુરૂપ અર્થના નિરૂપણ માટે એ ધ્વનિ શેષકાળમાં પણ નીકળે છે. દેવકૃત 13 અતિશયો : 1. શ્રી તીર્થકર ભગવંતોના માહાભ્યથી સંખ્યાતા યોજનો સુધી વન, અસમયમાં જ પાંદડાં, પુષ્પો અને ફળોની વૃદ્ધિથી સંયુક્ત થાય છે. 2. કાંટા, કાંકરા વગેરેને દૂર કરતો સુખદાયક પવન વહેતો રહે છે. 3. જીવો વૈરભાવનો ત્યાગ કરી મૈત્રીભાવથી રહે છે. 4. તેટલી ભૂમિ દર્પણ જેવી સ્વચ્છ અને રત્નમય બની જાય છે. 5. સૌધર્મઇન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવો સુગંધિ જલની વર્ષા કરે છે. 6. દેવતાઓ વૈક્રિય શક્તિથી ફળોના ભારથી નમેલાં સુંદર વૃક્ષો અને જવ આદિ સસ્યો-ખેતરમાં ઊગેલ ધાન્ય)ની રચના કરે છે. 7. સર્વ જીવોને નિત્ય આનંદ ઉત્પન્ન થાય છે. 8. વાયુકુમાર દેવ વક્રિય શક્તિથી શીતલ પવન ચલાવે છે. 9. કૂવાઓ, તળાવો વગેરે નિર્મલ જલથી પરિપૂર્ણ થઈ જાય છે. 10. આકાશ ધુમાડો, ઉલ્કાપાત આદિથી રહિત થઈ જાય છે. 11. સર્વ જીવોને રોગાદિની બાધા થતી નથી. 12. યક્ષેન્દ્રાનાં મસ્તકો પર રહેલ અને કિરણોથી ઉજ્જવલ એવાં ચાર દિવ્ય ધર્મચકો જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. 13. શ્રી તીર્થકર ભગવંતની ચારે દિશાઓમાં (વિદિશાઓથી સહિત) છપ્પન સુવર્ણકમલ, એક પાદપીઠ અને વિવિધ પ્રકારનાં પૂજનદ્રવ્યો હોય છે. અરિહંતના અતિશયો 239