________________ કરીને (કચરો વગેરે દૂર કરીને) સુગંધી, શીતલ અને મંદ મંદ તેમજ અનુકૂળ વાય છે, તેથી સર્વ પ્રાણીઓને તે સુખકારી થાય છે. તે વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - “સીવનેvi सुहफासेणं सुरभिणा मारुएण जोयणपरिमंडलं सव्वओ समंता संपमज्जिइ / / " ‘શીતલ સુખસ્પર્શવાળો અને સુગંધયુક્ત એવો પવન સર્વ દિશાઓમાં ચોતરફ એક એક યોજન સુધી ભૂમિનું પ્રમાર્જન કરે છે.” 14. જગદ્ગુરુ જિનેશ્વર ભગવંત જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં ચાસ, મોર, પોપટ વગેરે પક્ષીઓ પ્રદક્ષિણા દે છે. 15. જે સ્થળે પ્રભુ વિરાજે છે ત્યાં ધૂળ (રજ)શમાવવા માટે ઘનસારાદિથી યુક્ત ગંધોદકની વૃષ્ટિ થાય છે. મેઘકુમાર દેવો આ વૃષ્ટિ કરે છે. 16. સમવસરણની ભૂમિમાં ચંપક વગેરે પાંચ રંગનાં પુષ્પોની જાનું પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે. અહીં કોઈ શંકા કરે કે - “વિકસ્વર અને મનોહર પુષ્પોના સમૂહથી વ્યાપ્ત એવી યોજનપ્રમાણ સમવસરણની પૃથ્વી ઉપર જીવદયામાં રસિક ચિત્તવાળા મુનિઓનું રહેવું તથા જવું આવવું શી રીતે યોગ્ય કહેવાય ? કેમકે તેથી તો જીવોનો વિઘાત થાય.” આ શંકા ઉપર કેટલાએક એવું સમાધાન આપે છે કે - ‘તે પુષ્પો દેવોએ વિદુર્વેલાં હોવાથી સચિત્ત જ હોતાં નથી.' પરંતુ આ સમાધાન યુક્ત નથી, કેમકે તે પુષ્પો માત્ર વિકલાં જ હોય છે એમ નથી, પરંતુ જળમાં તથા સ્થલની ઉપર ઊપજેલાં પુષ્પોની પણ દેવો વૃષ્ટિ કરે છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે - बिटट्ठाइं वि सुरभि जलथलयं दिव्वसुमनोहारिं / पकिरंति समंतेण दसद्धवणं कुसुमवासंति / / નીચાં બાંટવાળાં, સુગંધવાળાં અને જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલાં અને દિવ્ય એવાં પંચરંગી પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તાર છે. આ પ્રમાણેનો સિદ્ધાન્તનો પાઠ જોઈ કેટલાએક સ્વમતિકલ્પનાથી એવો ઉત્તર આપે છે કે - “જે સ્થળે મુનિઓ બેસે છે તે સ્થળે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા નથી', પણ આ ઉત્તર પણ સત્ય નથી, કેમકે મુનિ છે કે જે તે દોય ત્યાં જ કાષ્ઠની જેમ સ્થિર તેઓએ બેસી જ રહેવું જોઈએ, એવો કાઈ , મ નથી. કારણવશે તેઓનું ગમન-આગમન પણ સંભવ છે. અહીં સર્વ ગીતાર્થોને માન્ય એવો ઉત્તર એ છે કે - “જેમ માત્ર એક યોજન જેટલી સમવસરણભૂમિમાં અપરિમિત સુર, અસુર અને તિર્યંચોને કાંઈ પણ બાધા થતી નથી, તેમ 1. સૂત્ર-૩૪, અતિશય-૧૬ મો 232 અરિહંતના અતિશયો