________________ જાનુ પ્રમાણ પુષ્યાના સમૂહ ઉપર મુનિગણ વગેરે જનસમૂહના ચાલવાથી પણ તે પુષ્પોને કાંઈ પણ બાધા થતી નથી, એટલું જ નહીં કિન્તુ જાણે અમૃતરસથી સિંચન કરાતાં હોય તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલ્લાસ (વિકાસ) પામતાં જાય છે, કેમકે અનુપમ એવા તીર્થકરોનો પ્રભાવ અચિંત્ય છે.' 17 તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે). 18. તીર્થકરોના સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચારે નિકાયના દેવો રહે છે. 19. જિનેશ્વર ભગવંત જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુઓનાં મનોહર પુષ્પફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂલ વતે છે. આ પ્રમાણે તીર્થ કરના સર્વે મળીને ચોત્રીશ અતિશયોનું વર્ણન જાણવું. આ અતિશયોમાં કોઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે, તે મતાંતર જાણવું મતાંતરનું કારણ તો ભગવાન સર્વજ્ઞ જ જાણે. મૂળ શ્લોકમાં ગતિશયન્વિતમ્' અતિશયોએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશયોવાળા વિશ્વસેન રાજાના કુલમાં તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી શક્તિ (છીપ)ને વિષે મુક્તાફળ (મોતી) સમાન સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે મન-વચન-કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસારે આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ રચું છું. અરિહંતના અતિશયો 2 33