________________ પરિશિષ્ટ-૯ શ્રી વિજયલક્ષ્મી સૂરિવિરચિત ઉપદેશપ્રાસાદ' (ભાષાંતર) ऐन्द्रश्रेणिनतं शान्ति-नाथमतिशयान्वितम् / नत्वोपदेशसाख्यं, ग्रन्थं वक्ष्ये प्रबोधदम् / / શબ્દાર્થ - ઇન્દ્રોના સમૂહ વડે વંદના કરાયેલા અને અતિશયોથી યુક્ત એવા શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને હું પ્રબોધને આપનારા આ ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. આ પ્રથમ શ્લોકમાં “અતિશયોથી યુક્ત” એવું શાંતિનાથનું વિશેષણ આપ્યું છે. તેમાં ભગવંતના ચોત્રીશ અતિશયો સૂચવ્યા છે. તે અતિશયો પૂર્વાચાર્યની ગાથા વડે બતાવે છે. चउरो जन्म्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए / नवदस य देवजणिए, चउत्तीसं अइसए वंदे / / ભાવાર્થ - “તીર્થકરોને જન્મથી આરંભીને ચાર અતિશયો, કર્મના સંક્ષયથી ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયો અને દેવતાઓએ કરેલા ઓગણીસ અતિશયો હોય છે. ચોત્રીશ અતિશયવાળા ભગવંતને હું વંદના કરું છું.' તે અતિશયો આ પ્રમાણે છે : 1. તીર્થંકરોનો દેહ સર્વલોક કરતાં શ્રેષ્ઠ (લોકોત્તર), અદ્ભુત સ્વરૂપવાન, વ્યાધિરહિત અને સ્વેદ તથા મેલથી રહિત હોય છે. 2. તીર્થકરોનો શ્વાસોચ્છવાસ કમલના પરિમલ જેવો સુગંધી હોય છે. 3. જિનેશ્વરોનું માંસ અને રુધિર ગાયના દૂધ જેવું ઉજ્જવલ (દ્વૈત) હોય છે. 4. ભગવંતનો આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાં પ્રાણીઓને (મનુષ્યાદિકને). અદશ્ય હોય છે, પરંતુ અવધિ વગેરે જ્ઞાનવાળા પુરુષો વગેરે તો જોઈ શકે છે. આ ચારે અતિશયો ભગવાનને જન્મ સમયથી જ હોય છે. 1. પ્રસ્તુત ગ્રંથના વિભાગ-૧, વ્યાખ્યાન-૧, પૃ. ૪૧૨માંથી પ્રસ્તુત વિષય લીધેલ છે. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલે પારલે, મુંબઈના પુ. નં. ૫૦૧રનો અહીં ઉપયોગ કરેલ છે. 2. પરસેવો અરિહંતના અતિશયો 227