________________ આઠ પ્રાતિહાર્ય અને આ પૂજા અતિશય આદિ ચાર અતિશય એમ શ્રી અરિહંતોના બાર ગુણ પ્રસિદ્ધ છે. અશોક વૃક્ષ સમવસરણના મધ્યભાગમાં સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ એવો અશોક વૃક્ષ હોય છે. તેનો વિસ્તાર એક યોજનાનો, શાખાઓ વિસ્તીર્ણ અને છાયા ગાઢ હોય છે. શ્રી જિનેશ્વર ભગવંતની કાયાના માનથી તે બાર ગણો ઊંચો હોય છે. તે પુષ્પો, પતાકાઓ, તોરણો આદિથી સહિત હોય છે. શ્રી ભગવંતના બરોબર મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર તે વૃક્ષમાં લટકતાં હોય છે. "શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે ચોવીશ તીર્થકરોના અનુક્રમે ન્યગ્રોધ આદિ ચોવીશ ચૈત્યવૃક્ષો હોય છે. છેલ્લા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીને “સાલ” નામનું ચૈત્યવૃક્ષ હતું. શ્રી વર્ધમાન સ્વામીના ચૈત્યવૃક્ષની ઊંચાઈ બત્રીશ ધનુષ્યની હતી. તેમાં 21 ધનુષ પ્રમાણ અને સર્વઋતુઓના ફળવાળો અશોક વૃક્ષ નીચે હોય છે અને તેની ઉપર 11 ધનુષ પ્રમાણ સાલવૃક્ષ હોય છે, એ રીતે કુલ બત્રીશ ધનુષની ઊંચાઈ જાણવી. પ્રથમ જિનેન્દ્રનો ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનો અને બાકીના જિનેન્દ્રનો તેઓના શરીરથી બાર ગણો જાણવો. - જિનેશ્વરનાં આ ચૈત્યવૃક્ષો છત્ર સહિત, પતાકા સહિત, વેદિકા સહિત, તોરણો સહિત અને સુરો, અસુરો તથા વ્યંતરોથી પૂજિત હોય છે. ચૈત્યવૃક્ષ એટલે તે વૃક્ષ કે જેની નીચે તે તે તીર્થકર ભગવંતોને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હોય. સમવસરણ ચૂર્ણિમાં કહ્યું છે કે - તે અશોક વૃક્ષને સર્વ ઋતુઓના પુષ્યાદિ એકસાથે હોય છે. (તાત્પર્ય કે નીચે જિનશરીર કરતાં દ્વાદશ ગુણ ઊંચો દેવવિરચિત અશોક વૃક્ષ હોય છે અને તેની ઉપર તે તે તીર્થકરનો ચૈત્યવૃક્ષ-જ્ઞાનોત્પત્તિ વૃક્ષ હોય છે.) દેવછંદ તે અશોક વૃક્ષની નીચે અરિહંતોનો દેવચ્છેદ-ઉપદેશ આપવાનું સ્થાન હોય છે. એટલે કે ચાર દિશાઓમાં ચાર સોનાના સિંહાસન હોય છે. તે સિંહાસનો દેદીપ્યમાન રત્નોની પંક્તિઓથી ખચિત હોય છે. તે હીરાઓના મિષથી દેવતાઓએ જિનનાં દર્શન માટે જાણે. લાખો આંખો ન કરી હોય ! 1. પૃ. 262/264. 2. પૃ. 265266. અરિહંતના અતિશયો