________________ પ્રકાશ-૫ પ્રાતિહાર્યસ્તવ અષ્ટ (8) મહાપ્રાતિહાર્ય પ્રથમ મહાપ્રાતિહાર્ય-અશોક વૃક્ષ દ્વિતીય મહાપ્રાતિહાર્ય-સુરપુષ્પવૃષ્ટિ તૃતીય મહાપ્રાતિહાર્ય-દિવ્યધ્વનિ ચતુર્થ મહાપ્રાતિહાર્ય-ચારશ્રેણી પંચમ મહાપ્રાતિહાર્ય-સિંહાસન ષષ્ઠ મહાપ્રાતિહાર્ય-ભામંડલ સપ્તમ મહાપ્રાતિહાર્ય-દુંદુભિ અષ્ટમ મહાપ્રાતિહાર્ય-છત્રત્રયી પ્રથમ મહાપ્રાતિહાર્ય : અશોક વૃક્ષ | "હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોક વૃક્ષ સર્વ પ્રથમ છે. જેમ જંબુદ્વીપની વચ્ચે જંબૂ મહાવૃક્ષ છે, તેમ સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષ હોય છે. હે નાથ ! સર્વ જીવોને અભય આપનાર આપના સમવસરણમાં આપની ઊંચાઈ કરતાં તે અશોક વૃક્ષ બાર ગણો ઊંચો હોય છે. તે પરિમંડલકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક યોજન સુધી વિસ્તરેલો હોય છે. હે સ્વામિનું ! આપની સમવસૃતિ- સમવસરણરૂપ મહાલક્ષ્મીના મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિત્તે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તેની રચના કરે છે. જગતના સર્વ સત્ત્વના શોકને દૂર કરનાર છે સ્વામિનું! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત અશોક મહાવૃક્ષ પરમ આનંદને પામી રહેલ છે. એ અશોક વૃક્ષ એ વિચારથી પ્રમોદ પામી રહેલ છે કે - ‘કષાયરૂપ દાવાનલથી પરિતપ્ત અને જેનો પાર અતિકષ્ટ કરીને પામી શકાય એવી સંસાર અટવીમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરી કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય જીવો માટે આ ભગવાન જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામ વૃક્ષ છે. તેથી હું તો અત્યંત ભાગ્યશાળી છું કે આ વિશ્રામ વૃક્ષરૂપ ભગવંતનો પણ વિશ્રામ વૃક્ષ હું છું, કારણ કે આ 1. શ્લો, 1. 208 અરિહંતના અતિશયો