________________ યોગશાસ્ત્ર (પ્રકાશ-૧૧ : અતિશયો) જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા ભગવાન તીર્થકરના ચોત્રીશ અતિશયો ચોવીશ (24 થી 47) આર્યા છંદ વડે કહે છે : તે વખતે સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતગુણનિધાન અને દેવો-અસુરો મનુષ્યો તથા નાગકુમાર દેવો વડે પ્રણામ કરાતા તે ભગવાન તીર્થકર દેવ પૃથ્વીમંડલ પર વિહાર કરે છે. 24. તે ભગવાન જિનચંદ્ર રાજ્યના વડે (વચનરૂપ ચાંદની વ) સર્વ ભવ્ય જીવોરૂપ કુમુદોને (ચંદ્ર વિકાસી કમળોને) વિકસિત કરે છે અને જેમ ચંદ્રમા ક્ષણવારમાં અંધકારનો નાશ કરે તેમ (ત ભગવાન જિનચંદ્ર) ક્ષણવારમાં દ્રવ્ય અને ભાવ મિથ્યાત્વનો સમૂલ નાશ કર છે. 25. તેમનું નામ લેવા માત્રથી ભવ્ય જીવોને અનાદિ સંસારમાં ઉત્પન્ન થયેલ સંસારમાં પ્રાપ્ત થયેલ પ્રવાહથી અનાદિ એવું) સઘળું ય દુઃખ તત્ક્ષણ જ એકદમ સંપૂર્ણ રીતે નાશ પામી જાય છે. 26. ભક્તિ નિમિત્તે આવેલા સેંકડો કરોડ દેવ-મનુષ્ય તિર્યંચો તે ભગવંતના પ્રભાવથી એક જ યોજનપ્રમાણ સમવસરણ ભૂમિમાં સુખપૂર્વક સમાઈ જાય છે. 27. તે ભગવંતના ધર્મબોધક વચનને દેવ-મનુષ્ય-તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજે છે. 28. ચંદ્રમાનો ઉદય થતાં જ જેમ પૃથ્વી પર ચારે બાજુ તપની પીડા શમી જાય છે, તેમ તે ભગવંતના પ્રભાવથી સાં યોજનમાં સર્વત્ર ઉગ્ર રોગો પણ શાંત થઈ જાય છે. 29. જેમ સૂર્ય હોય ત્યાં અંધકારનો સમૂહ ન હોય, તેમ ભગવંત વિચરતા હોય તે ક્ષેત્રમાં મારી, ઇતિ દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ સ્વપરીક્રય, વૈર વગેરે ઉપદ્રવો ન હોય. 30. | દિશાઓને સર્વ બાજુએથી પ્રકાશિત કરતું અને સૂર્યમંડલની શ્રીને જીતતું એવું ભામંડલ ભગવંતના શરીરની (મસ્તકની) પાછળ પ્રગટ થાય છે. 31. તે ભગવાન વિહાર કરતા હોય ત્યારે કલ્યાણી ભક્તિવાળા દેવતાઓ ભગવંતનાં પગલાં સોનાનાં વિકસિત કમળો ઉપર જ પડતાં રહે તે રીતે કમળોને ઝડપથી સંચારિત કરે છે. ૩ર. તે ભગવંત વિહાર કરતા હોય ત્યારે પવન અનુકૂલ વાય છે. આકાશમાં ગમનાગમન કરતાં પક્ષીઓ ભગવંતને પ્રદક્ષિણા કરીને પોતપોતાના માર્ગે ચાલ્યાં જાય છે. માર્ગની બન્ને અરિહંતના અતિશયો 225