________________ જિતનારું ભામંડળ તેઓએ ધારણ કર્યું હતું. આગળ ચાલતા ચક્રથી જેમ ચક્રવર્તી શોભે તેમ આકાશમાં આગળ ચાતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તેઓ શોભતા હતા. સર્વ કર્મનો જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવ, નાની નાની હજારો ધજાઓથી યુક્ત એક ધર્મધ્વજ તેઓની આગળ ચાલતો હતો. જાણે તેમનું પ્રયાણોચિત કલ્યાણમંગળ કરતો હોય તેવો પોતાની મેળે જ નિર્ભર શબ્દ કરતો દિવ્ય દુંદુભિ તેમની આગળ વાગતો હતો. આકાશમાં રહેલા, પાદપીઠ સહિત અને જાણે પોતાનો યશ હોય એવા સ્ફો - ક નti સિંહાસનથી તેઓ શોભતા હતા. દેવતાઓએ સંચાર કરેલ સુવર્ણકમલ ઉપર રાજહંસની જેમ લીલા રાહિત તે ચરણન્યાસ કરતા હતા. જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઇચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષ્ણ કંટકોથી તેમનો પરિવાર આશ્લિષ્ટ થતો નહોતો. જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઇચ્છતી હોય તેમ છે ઋતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી. ચોતરફ દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જો કે તેઓ સંજ્ઞારહિત છે તો પણ જાણે તેમને નમસ્કાર કરતા હોય તેવા જણાતા હતા. મૃદુ, શીતલ અને અનુકૂળ પવન પંખાના વાયરાની જેમ તેમની નિરંતર સેવા કરતા હતા. સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા કરી જમણી બાજુએ ચાલ્યા જતા હતા. ચપળ તરંગોથી જેમ સાગર શોભે તેમ કરોડોની સંખ્યાવાળા અને વારંવાર ગમનાગમન કરતા સુર-અસુરોથી તેઓ શોભતા હતા. જાણે ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યો હોય તેમ આકાશમાં રહેલા ત્રણ છત્રથી તેઓ શોભતા હતા. જાણે ચંદ્રનાં જુદાં કરેલા કિરણોના કોશ હોય તેવા અથવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરો તેમની ઉપર દેવતાઓ વડે ઢોળાતા હતા. તપથી પ્રદીપ્ત થયેલા અને સોમ્ય એવા લાખો ઉત્તમ શ્રમણોથી તેઓ નક્ષત્રગણોથી ચંદ્રમાની જેમ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રફુલ્લિત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને શહેરમાં ભવ્યજનોને પ્રતિબોધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. અહિંતના અતિશયો 229