________________ ભાગ)ને પ્રતિધ્વનિત કરે છે. તે દુંદુભિ કહે છે કે - વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધર ભગવંત આદિ આખ મહાપુરુષોને વિશે પણ આપનું જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે, આપ જ ધર્મના ચક્રવર્તી છો. નાથ ! તે દુંદુભિનાદ સાંભળતાં જ તે આર્તાને અમંદ એવા આનંદનો અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુંદુભિનાદ વિના સર્વલોકને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે “સૌના મનોરથને પરિપૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.” અષ્ટમ મહાપ્રાતિહાર્ય : છત્રત્રયી ૧લોકપુરુષરૂપ મહારાજાના મુગટમણિ હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજું અને બીજા ઉપર ત્રીજું, એમ ઉપર ઉપર રહેલ આ ત્રણ છત્ર આપની જ પુણ્યસંપત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. તે ત્રણ છત્ર બતાવે છે કે આપની અંદર જ ત્રણે ભુવનની પ્રભુતાનો પ્રકર્ષ સમાવિષ્ટ છે. હે દેવાધિદેવ ! આપની મહાપુણ્યસંપત્તિનો ક્રમ આ રીતે છે. પ્રથમ સમ્યક્ત પ્રતિપત્તિ, તે પછી દેશવિરતિ અને તે પછી સર્વવિરતિ અને તે પછી વાસ સ્થાનકની આરાધના વડે શ્રી તીર્થકર નામકર્મની નિકાચના અથવા છેલ્લા જન્મમાં પ્રથમ સર્વવિરતિ તે પછી ક્ષેપક શ્રેણી, તેથી શુક્લ ધ્યાન, તેથી ઘાતિકર્મનો ક્ષય, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તે પછી તીર્થકર લક્ષ્મીનો ઉપભોગ અને તે પછી સનાતન પદની પ્રાપ્તિ. હે કેવલ્યલક્ષ્મીથી સહિત અલૌકિક આશ્ચર્યને ઉત્પન્ન કરનારી આપની અશોક વૃક્ષ આદિરૂપ મહાપ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને કોણ આશ્ચર્ય પામતું નથી ? હે નાથ ! સમ્યગ્દષ્ટિ આત્મા તો એ જોતાં જ આશ્ચર્યથી ચકિત થઈને પરમાનંદને પામે છે, કિન્તુ મિથ્યાષ્ટિ જીવો પણ પરમ આશ્ચર્યને પામે છે. હે જગતના સ્વામી ! મિથ્યાષ્ટિ જીવો અજ્ઞાની હોવાથી આપના વીતરાગાદિ ગુણોરૂપ વાસ્તવિક રહસ્યને જાણતા નથી તો પણ સર્વભવનમાં અભુત એવા મહાપ્રાતિહાર્યોના દર્શનથી અત્યંત વિસ્મયવાળા અને અલૌકિક આનંદામૃતનું પાન થવાથી ઉપશાંત થયું છે મિથ્યાત્વરૂપ વિષ જેઓનું એવા તેઓ બોધિસમ્યગ્દર્શનને અભિમુખ થાય છે. હે દેવ ! આ જ આપની સર્વોપકારિતા છે. હે સ્વામિન્ ! આ મહાપ્રાતિહાર્ય લક્ષ્મી સૌને પ્રત્યક્ષ હોય છે, જેઓ આ લક્ષ્મી જોઈને અત્યંત વિસ્મયવાળા થાય છે, તેઓ જ સર્વ છમસ્યોને અપ્રત્યક્ષ એવી કેવલજ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ મહાલક્ષ્મીને ભાવિમાં વરનારા થાય છે. આ બધા જ મહાપ્રાતિહાર્યા પણ ભગવંતના અતિશય જ છે. કેવળ ચોત્રીશ જ અતિશયો છે એવું નથી, ભગવંતના અતિશયો તો અનંત છે. ચોત્રીશની સંખ્યા તો બાળજીવોના અવબોધ માટે પ્રરૂપાય છે. 1. લા. 8. 2. ગ્લા. 9. 3. વી. સ્તો. પ્ર. 5 શ્લો. 9 અવચૂરિ. 222 અરિહંતના અતિશયો