________________ હે દેવ ! જેમ બૌદ્ધ, સાંખ્ય, શૈવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતોના વાદિઓ આપની સમીપમાં આવતા જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનો ત્યાગ કરે છે, તેમ પાંચ ઇન્દ્રિય-વિષયો આપની સમીપતામાં પ્રતિકૂળતાને તજીને અનુકૂળ થઈ જાય છે. દેવકૃત અષ્ટમ અતિશય બ. સર્વ ઋતુઓની એકીસાથે સુલદાયિતા હે વિશ્વના ઉપાસનીય ! આપનાં પવિત્ર ચરણકમળોના શરણે આવીને વસંત આદિ છયે ઋતુઓ એકી સાથે સમકાલ આપના ચરણ-યુગલની ઉપાસના-સેવના કરે છે. અહીં કવિઓ ઉ...ક્ષા કરે છે કે - “હે દેવ ! આ ઋતુઓ આપના ચરણકમળને ભક્તિથી નહીં પણ ભયથી સેવે છે.” તે ઋતુઓને એવો ભય છે કે - ‘અમોએ અનાદિ સંસાર કાલથી ભગવંતના નિષ્કારણ શત્રુ એવા કામદેવને સહાય કરી છે, તેથી જે નિર્દયતાથી ભગવંતે કામદેવનું પ્રમથન કરી નાખ્યું, તેવી જ નિર્દયતાથી અમારો પણ નિગ્રહ કરી લેશે !" હે સ્વામિન્ ! આ રીતે ભયભીત જાણે ન થયેલી હોય તેમ સર્વ ઋતુઓ પોતપોતાને સમુચિત એવાં પુષ્પો, ફળો વગેરેનાં ભેંટણાં નિજ હસ્તમાં લઈને આપની એકીસાથે સમકાલ ઉપાસના કરે છે. દેવકૃત નવમ અને દશમ અતિશય સુગંધી જલની વર્ષા અને પંચવર્ણનાં પુષ્પોની રચના હે જગતના પૂજ્ય ! દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તો દેવતાઓ પૂજા કરે છે છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણનો સ્પર્શ થવાના હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક (જલ)ની વર્ષા કરે છે અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય પુષ્પોના પ્રકરોથી-સમૂહોથી, સ્વસ્તિક, શ્રીવત્સ આદિની રચના કરીને તે ભૂમિની ભક્તિ કરે છે. હે જગતના પરમ પિતા ! જે જે સમવસરણ-ભૂમિ આપથી અધ્યાસિત આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હોય, તે તે સર્વ ભૂમિ તીર્થસ્વરૂપ છે, એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે, એમાં આશ્ચર્ય જ શું છે ? હ દેવાધિદેવ !ધર્મચક્ર આદિ જેમ આપના અતિશયો છે, તેમ આપના વિશે પરમ પરમ 1. વસંત આદિ ઋતુઓ તે તે પ્રકારના કામવિકારોનું ઉદ્દીપન કરે છે. 2. ગ્લો. 9. 3. શ્લો. 10. અરિહંતના અતિશયો 205