________________ (1) દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક્ર હે ધર્મવરચક્રવર્તિ ! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા ભવ્યલોકના અનુગ્રહ માટે વિહાર કરતા હો ત્યારે આપની આગળ આકાશમાં ધર્મચક્ર દેદીપ્યમાન હોય છે. હું સ્વામિન્ ! એ ચક્ર અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે અને એ ચક્રમાંથી ફેલાતું તેજ અંતરિક્ષમાં દશે દિશાઓને પ્રભાસિત કરે છે. હે દેવ ! જેમ પ્રલયકાલીન સૂર્યની સામે લોકો પોતાની આંખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે તેમ મિથ્યાદૃષ્ટિવાળા લોકો આપના આ મહાન ધર્મચક્રાતિશયના તેજને જોઈ શકતા નથી. તે લોકાત્મન્ ! જે ધર્મચક્રથી મિથ્યાષ્ટિઓની આંખ અંજાઈ જાય છે, તે જ ધર્મચક્ર સમ્યગ્દષ્ટિ આત્માઓની ચક્ષુ માટે અમૃતનું અંજન બની જાય છે. તે ધર્મચક્ર ઉપર સમ્યગ્દષ્ટિ આત્માઓની દૃષ્ટિ પડતાં જ ત્યાં જ સ્થિર થઈ જાય છે અને દૃષ્ટિ વધુ ને વધુ નિર્મળ થવા લાગે છે. એ ચક્રના પ્રભાવથી કર્ણાધકારના પડલ વિખેરાઈ જાય છે અને આત્મા સ્વપ્રકાશથી અંદરથી વધુ ને વધુ પ્રકાશિત થાય છે. હે ધર્મતીર્થકર ! એ ધર્મચક્ર આપની તીર્થકર લમીના ભાલનું પ્રશસ્ત તિલક છે. હે દેવ ! આ ધર્મચક્રાદિ અતિશયો જન્મથી જ હોતા નથી, તેમ જ કર્મક્ષયના કારણે પણ નથી પણ આપના મહાન પ્રભાવથી ભક્તિથી સભર હૃદયવાળા થયેલ દેવતાઓથી વિરચિત હોય છે. દેવકૃત દ્વિતીય અતિશય સુરાસુરસંચારિત ઇન્દ્રધ્વજ હે સ્વામિનું ! આપના વિહારાદિમાં સદા સુરો અને અસુરો વડે સંચારિત એક હજાર યોજન ઊંચ ઇન્દ્રધ્વજ ચાલે છે. એ ઇન્દ્રધ્વજ મનોહર સુવર્ણના દંડ ઉપર આધારિત હોય છે, આકાશમાંથી ઉતરતી દેવગંગાના પ્રવાહ જેવો ઉજ્વલ હોય છે અને મણિઓની કિંકણીઓના સમૂહના મંજુલ ધ્વનિથી દશે દિશાઓને વાચાલ કરતો હોય છે. હે દેવ ! આપના આ ઇન્દ્રધ્વજને જોતાં સ્તુતિકારો ઉ–ક્ષા કરે છે કે આ ઇન્દ્રધ્વજ નથી, કિંતુ ઇન્દ્રધ્વજના મિષથી (બહાનાથી) ઇન્દ્ર ઊંચી કરેલી આ તર્જની આંગળી છે. એ ઊંચી આંગળી વડે ઇન્દ્ર લોકોને કહેવા ઇચ્છે છે કે, “આ જગતમાં ઇન્દ્રો પણ જેને અત્યંત ભક્તિપૂર્વક નમે છે, એવા આ અહંનું ભગવાન જ એક સ્વામી છે, બીજા કોઈ પણ સ્વામી નથી. એ ધ્વજરૂપ અંગુલી એક હજાર યોજન ઊંચી એટલા માટે છે કે બધા જ તેને જોઈ શકે. 1, 2. બ્લો. 1. ગ્લો. 2. અરિહંતના અતિશયો 202