________________ ઉંદરો, તીડો, પોપટો વગેરેના ધાન્ય ઉપરના ઉપદ્રવરૂપ ઇતીઓનો આવિર્ભાવ (પ્રગટભાવ) થતો નથી. જેમ ધર્મવાન રાજાનું રાજ્ય આવતાં જ અનીતિઓ તરત જ દૂર થઈ જાય છે, તેમ હે દેવ ! આપ જ્યાં જ્યાં વિચરતા હો ત્યાં ત્યાં ઇતીઓ તે જ ક્ષણે એકદમ નિરુદ્ધ થઈ જાય છે. હે પ્રભો ! આપની મહાન યોગસમૃદ્ધિનું આ મહાન વિલસિત છે. કર્મક્ષયજ ષષ્ઠ અતિશય વૈરાગ્નિનો પ્રથમ હે દેવ ! આપ જે જે ભૂમિતલને વિષે વિહાર કરો છો, તે તે સવાસો યોજન પ્રમાણ પ્રદેશમાં પ્રવર્તમાન વૈરરૂપ અગ્નિ આપની નિષ્કારણ કરુણારૂપ પુષ્પરાવર્ત મેઘની વર્ષોથી તત્કાલ શમી જાય છે. હે ભગવન્! પુષ્પરાવર્ત મેઘ સર્વ પ્રકારના મેઘોમાં સર્વ શ્રેષ્ઠ હોવા છતાં તે ફક્ત બાહ્ય આગને જ શમાવી શકે છે, જ્યારે સર્વ સત્ત્વોને વિશે સમાન અને જગતનાં સર્વ પ્રાણીઓ માટે પરમ સંજીવનીરૂપ એવી આપની નિષ્કારણ કરુણા બીજા કોઈ પણ સાધનથી ન શમે એવા ભવોભવ સુધી સદા પ્રજવલિત રહેનાર દુર્ધર, સ્ત્રીસંબંધી, ભૂમિસંબંધી વગેરે વૈરાનુબંધોને તત્કાલ પ્રશાંત કરે છે. તે સ્વામિનું! ત વૈરાનુબંધ ગ્રામ, નગર આદિની માલિકી અંગે, કૌટુંબિક કારણો વગેરે કોઈ પણ જાતના હેતુથી થયા હોય, તે વૈરાનુબંધો કૌરવ-પાંડવ વગેરેની જેમ કુલના ઉચ્છેદના નિમિત્ત થતા હોય, તો પણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે. કર્મક્ષયજ સપ્તમ અતિશય : મારીનો અસંભવ હે કરુણાસિંધો ! આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં સવાસો યોજન સુધીની ભૂમિમાં મારીઓ-રોગ આદિથી જનિત અકાલ મરણો થતાં નથી. તે નિષ્કારણ કરુણાવંત ભગવંત ! અશિવનું ઉચ્છેદન કરવામાં પટકસમાન આપનો સર્વાતિશાયી પ્રભાવ જે ભૂમિતલ ઉપર નિરંકુશ ફેલાતો હોય તે ભૂમિતલને વિશે જગતની નિષ્કારણ શત્રુરૂપ મારીઓ કેવી રીતે સંભવી શકે ? કર્મક્ષયજ અષ્ટમ અતિશય અતિવૃષ્ટિ કે અવૃષ્ટિનું ન થવું. હે વીતરાગ ! આપ જ્યારે વિહાર દ્વારા નિજચરણકમલ વડે ભૂમિને પવિત્ર કરતા હો ત્યારે સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં અતિવૃષ્ટિ-પાક આદિને નુકસાન કરનાર વધુ 1. શ્લો. 6. 2. ગ્લો. 7. 3. શ્લો. 8. અરિહંતના અતિશયો 297