________________ તિર્યંચોને આપનું વચન અર્ધમાગધી ભાષામય, પાંત્રીશ ગુણોથી સહિત અને એક જ સ્વરૂપવાળું હોવા છતાં તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓમાંની દરેક જાતિને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલું જ નહીં કિન્તુ સાંભળનાર દરેક પ્રાણીનું હૃદય તે આકર્ષી લે છે. હે લોકોત્તર વચનના પ્રણેતા ! આપની એક જ સ્વરૂપવાળી વાણીને દેવો દૈવી વાણીમાં, મનુષ્યો માનુષી વાણીમાં, ભીલો તેઓની શાબરી વાણીમાં અને તિર્યંચો તિર્યંચ સંબંધી વાણીમાં સાંભળતાં સાંભળતાં પરમાનંદને પામે છે.' કર્મક્ષયજ ચતુર્થ અતિશય : 125 યોજન સુધી રોગોની વિલીનતા હે પરમાત્માનું! આ રીતે એક જ સ્વરૂપવાળું પાંત્રીશ ગુણોથી સહિત અને અર્ધમાગધી ભાષામય એવું આપનું અમોઘ વચન સમવસરણમાં એક યોજન સુધી સર્વત્ર ફેલાઈ જાય છે, એકી સાથે વિશ્વના પ્રત્યેક પ્રાણી માટે તેની પોતાની ભાષામાં પરિણત થાય છે અને તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓમાંના દરેકને એકી સાથે ધર્મનો અવબોધ કરે છે. આ આપની મહાન યોગસમૃદ્ધિ છે. આવી આપની મહાન વચનસમૃદ્ધિને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. હે મહામંગલસ્વરૂપ દેવાધિદેવ ! આપ જ્યાં જ્યાં વિચરો છો, ત્યાં ત્યાં સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં આપના વિહારની પૂર્વે ઉત્પન્ન થયેલા રોગરૂપ શ્યામ વાદળાંઓ આપના અપ્રતિબદ્ધ વિહારરૂપ પવનની પ્રચંડ લહરીઓ વડે સંપૂર્ણ રીતે તત્કાળ વિલયને પામે છે - વિખેરાઈ જાય છે. હે સર્વાતિશાયિ ભગવન્! વાયુની જેમ અપ્રતિબદ્ધ (સર્વત્ર અસ્મલિત અને અનાસક્ત) આપના વિહારથી છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રોગો નાશ પામે છે અને છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન થતા નથી. કર્મક્ષયજ પંચમ અતિશય ઇતિઓનો અનાવિર્ભાવ હે વીતરાગ ! આપ જ્યાં જ્યાં વિચરો છો ત્યાં ત્યાં સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં 1. સેવા વ નર નારી, શવરાશાપ શવિરીમ્ | तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवद्गिरम् / / 2. ગ્લો. 4. 3. ગ્લો. 4. 4. પૂર્વ આદિ ચાર દિશાઓમાંની દરેક દિશામાં પચીસ પચીસ યોજન, ઉર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર યોજન, એમ કુલ સવાસો યોજન. 1 યોજન = ચાર કોશ. 5. ગ્લો. 5. 296 અરિહંતના અતિશયો