________________ પડતો વરસાદ, અકાળે વરસાદ, અનાવૃષ્ટિ-યોગ્યકાળે વરસાદનું ન વરસવું, અરિષ્ટવૃષ્ટિઅશુભસૂચક જીવક્તવરાદિનું આકાશમાંથી એકાએક પડવું વગેરે કદાપિ થતું નથી. હે દેવ ! ત્રણે જગતના પરમ ગુરુ, કામવર્ષા'-ભક્ત લોકોને જે ઇષ્ટ હોય તેને પુષ્પરાવર્ત મેઘની જેમ વરસાવનારા અને વિશ્વવત્સલ એવા આપ જગત ઉપર વિચરતા હો ત્યારે લોકને સંતાપ આપનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કેવી રીતે થઈ શકે ? કર્મક્ષય નવમ અતિશય સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી થતા ઉપદ્રવોનો અભાવ હે સકલસંગલોના મૂલ આધાર, સ્વામિનું! આપ જ્યારે ભવ્ય જીવોના અનુગ્રહાર્થે પૃથ્વીતલ ઉપર વિહાર કરતા હો છો ત્યારે સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં સ્વરાષ્ટ્રભય તથા, પરરાષ્ટ્રભય કેવી રીતે સંભવે ! હે પ્રભો ! આપ જ્યાં વિદ્યમાન હો, તે પ્રદેશમાં સ્વરાષ્ટ્રમાં આંતરવિગ્રહ, લોકોનાં ધન આદિનું અપહરણ વગેરે ઉપદ્રવો સંભવતા નથી, તેમજ પરરાષ્ટ્ર તે ભૂમિ પર આક્રમણ કરી શકતું નથી. હે દેવ ! આપના આગમન પૂર્વે પણ આવા કોઈ ઉપદ્રવો તે પ્રદેશમાં વિદ્યમાન હોય તો તે આપના આગમન માત્રથી જેમ મદોન્મત્ત હાથીઓ સિંહનાદથી પલાયન થઈ જાય, તેમ નાશ પામી જાય છે. તે સ્વામિનું! આપનો આ બધો મહિમા લોકોત્તમ યોગ સમૃદ્ધિનો છે. કર્મક્ષયજ દશમ અતિશય : દુર્મિક્ષ ક્ષય હે જગભૂજનીય ! આપ જે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યાં સવાસો યોજન પ્રમાણ ભૂમિમાં પૂર્વે ઉત્પન્ન થયેલ દુભિક્ષ (દુષ્કાળ)નો ક્ષય (નાશ) થાય છે અને નવો દુષ્કાળ થતો નથી. સર્વ અદભુત પ્રભાવોથી સમૃદ્ધ જંગમ કલ્પવૃક્ષરૂપ આપ જ્યાં વિચરતા હો ત્યાં આપના પ્રભાવથી દુષ્કાળનો ક્ષય થાય એમાં આશ્ચર્ય જ શું છે ? કલ્પવૃક્ષ તો સ્થાવર (એક સ્થાનમાં સ્થિર) હોય છે, તે ગમન-આગમન કરી શકે નહીં, જ્યારે સ્વામિનું ! આપ તો લોકહિત માટે ગમનાગમન કરો છો; તેથી આપ જંગમ કલ્પવૃક્ષ છો. કર્મક્ષયજ એકાદશ અતિશય : ભામંડલ “હે મુનિજનશિરોમણિ જિનદેવ ! આપના મસ્તકની પાછળ સૂર્યમંડલને પણ તેજમાં 1. વિશુદ્ધ સ્નેહન ધારણ કરનાર ભક્તજનોના મનઃસંકલ્પિત અર્થન આપવામાં કુશળ. 2. ગ્લો. 9. 3. ભાંગફોડ કરનારા લોકોની આગ આદિ દ્વારા ભય ફેલાવવાની પ્રવૃત્તિઓ આદિ સકલ ઉપદ્રવોનો સમાવેશ સ્વરાષ્ટ્રભયમાં થઈ જાય છે. 4, ગ્લો, 10. 5. ગ્લો, 11. 298 અરિહંતના અતિશયો