________________ અંતિમ મંગલ હે દેવાધિદેવ ! આ રીતે જેવી ચોત્રીસ અતિશયો, આઠ પ્રાતિહાર્યો વગેરે મહાન વિભૂતિ (ઋદ્ધિ, ઐશ્વર્ય) ધર્મોપદેશ કરતી વખતે આપને હોય છે, તેવી બીજા દેવોને કદાપિ હોતી નથી. અંધકારનો નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા હોય છે તેવી પ્રભા સંપૂર્ણ વિકસિત (પ્રકાશિત) થયેલા ગ્રહોના સમુદાયની ક્યાંથી હોય ! - ભક્તામર સ્તોત્ર, ગાથા-૩૭ (1) ચોત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ પ્રાતિહાર્યોથી સંયુક્ત, ભવ્ય જીવોના મોક્ષને કરનારા અને ત્રણે ભુવનના નાથ એવા સર્વ તીર્થકર ભગવંતને હું નમસ્કાર કરું છું. - તિલોય પણત્તિ, મહાધિકાર-૪ અરિહંતના અતિશયો 265