________________ 2. ભગવંતની અર્ધમાગધી ભાષા મનુષ્યો, તિર્યંચો અને દેવોને વિશે પોતપોતાની ભાષામાં પરિણામને પામે તથા એક યોજન સુધી સર્વત્ર વ્યાપી જાય છે. 3. સુંદર, મનોહર અને તેજમાં સૂર્યબિંબની શોભાને જીતતું એવું ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ હોય છે. ભા એટલે પ્રભા, તેજ. પ્રભાઓનું મંડલ તે ભામંડલ. 4. ભગવંતની ચારે બાજુ સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં કોઈ પણ પ્રકારના રોગ ન હોય. 5. પરસ્પરના વિરોધરૂપ વૈર ન હોય. 6. ઇતિ-ધાન્ય વગેરે ઉપદ્રવને કરનાર ઉંદર આદિ પ્રાણીઓના સમૂહો ન હોય. 7. મારી-ચેપી રોગોના કારણે લોકોમાં વિપુલ પ્રમાણમાં મરણ ન હોય. 8. અતિવૃષ્ટિ નિરંતર વર્ષા ન હોય. 9. અવૃષ્ટિ-સંપૂર્ણ રીતે વરસાદનો અભાવ ન હોય. 10. દુભિક્ષ-ભિક્ષુઓને ભિક્ષાની અપ્રાપ્તિ-દુષ્કાળ ન હોય. 11. સ્વરાષ્ટ્રથી અને પરરાષ્ટ્રથી ભય ન હોય. ઓગણીસ દેવકૃત અતિશયો : 1. આકાશમાં ધર્મનો પ્રકાશ કરનાર ધર્મચક્ર હોય છે. 2. આકાશમાં ચામરો હોય છે. 3. આકાશમાં સ્ફટિકનું બનેલું નિર્મલ અને ઉજ્વલ સિંહાસન પાદપીઠથી સહિત હોય છે. 4. આકાશમાં ત્રણ છત્ર હોય છે. 5. આકાશમાં રત્નમય ધ્વજ હોય છે. 6. પાદન્યાસ માટે સોનાનાં કમળો હોય છે. 7. સમવસરણમાં અનુક્રમે રત્ન, સુવર્ણ અને રજતના ત્રણ સુંદર ગઢ હોય છે. 8. ભગવંતનાં ચાર મુખ, અંગો અને અવયવો હોય છે. 9. ચૈત્યવૃક્ષ નામનો અશોકવૃક્ષ હોય છે. 10. કાંટાઓ અધોમુખ થાય છે. 11. વૃક્ષો નમે છે. અરિહંતના અતિશયો 279