________________ 1. પ્રથમ સહજાતિશય : હે પ્રભો ! જગતના સર્વ જીવોનાં શરીરો કરતાં અત્યંત જુદી જ જાતનાં સર્વલક્ષણસંપન્ન, અદ્દભુત અને અતિ પવિત્ર શરીરને ધારણ કરનાર આપને હું સર્વ રીતે નમું છું. 1. અ. પરમ અભુતરૂપ, સહજ નિર્મલ શરીર હે પરમેષ્ઠિનું ! આપના શરદ ઋતુના ચંદ્રમાના કિરણો જેવા ઉજ્જવલ અન્ય ગુણો તો બાજુએ રહી, પણ ત્રણે જગતના સર્વ જીવોના શરીર કરતાં અત્યંત વિલક્ષણ, પરમ ઉત્તમ એવા આહત્યના સૂચક લક્ષણોથી સહિત અને સમસ્ત આપદાઓનો વિધ્વંસ કરનાર આપના સહજ નિર્મલ શરીરનું રૂપ કોને નથી આકર્ષતું? હે વિભો ! આપમાં સમાવિષ્ટ એવા પરમાત્મતત્ત્વને ભલે કોઈ ન પણ જાણતું હોય, તો પણ આપના સહજ નિર્મલ પરમ અદ્ભુતરૂપવાળા પરમ આશ્ચર્યમય દેહ ઉપર દૃષ્ટિ પડતાં જ કોનું અંતઃકરણ અદ્ભુત રસથી વાસિત થતું નથી ? પ્રિયંગુ વૃક્ષ સમાન નીલ વર્ણની સહજ નિર્મલ કાયાને ધારણ કરનાર છે સ્વામિનું ! આપને મારો સંપૂર્ણ નમસ્કાર થાઓ. સ્ફટિક રત્ન સમાન ઉજ્વલદેહને ધારણ કરનાર, દેવ!આપને મારી નમસ્કાર થાઓ. સુવર્ણસમાન દેહવાળા હે નાથ ! આપને મારો નમસ્કાર થાઓ. પધરાગ મણિ સમાન રક્ત (લાલ) શરીરને ધારણ કરનાર, સર્વ મનોરથોના પૂરક એવા પ્રભો ! આપને મારો નમસ્કાર થાઓ. અંજન (કાજળ) સમાન શ્યામ વર્ણના સહજ નિર્મલ શરીરવાળા હે પાપનાશક પ્રભો ! આપને મારો નમસ્કાર થાઓ. તેવા તેવા પ્રકારના વિચિત્ર નામકર્મના પ્રભાવથી ઉપર કહેલા તે તે વર્ણવાળા સર્વ તીર્થકરોને હું નમું છું. બીજાઓનાં શરીર તો વારંવાર જલ આદિથી સાફ કરવા છતાં પણ અલ્પકાળમાં જ મલિન થઈ જાય છે, જ્યારે તે સૌભાગ્યસિંધો ! આપનું શરીર તો કોઈ પણ જાતના પ્રક્ષાલન વિના જ સદા સહજ નિર્મલ છે. પ્રભો ! આપના નિસર્ગ નિર્મલ દેહને મારો ફરી ફરી નમસ્કાર હો. શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, વિદ્રમ (પ્રવાલ), મરકત મણિ અને મેઘ સમાન વર્ણવાળા, 1. કેટલાક તીર્થકરીનાં શરીર નીલવર્ણનાં, કેટલાકનાં શ્વેત વર્ણનાં, કેટલાકનાં પીત વર્ણનાં, કેટલાંકનાં રક્ત વર્ણનાં અને કેટલાકનાં શ્યામ વર્ણનાં હોય છે. 2. સ્ફટિકને સૂર્યકાંત અથવા ચંદ્રકાંત મણિ પણ કહેવામાં આવે છે. 290 અરિહંતના અતિશયો