________________ 24. પૂર્વે આ જન્મમાં કે જન્માંતરમાં બાંધેલ કે નિકાચિત કરેલ વરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવંતની પર્ષદામાં હોય ત્યારે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે, બીજાં પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દેવો, અસુરો, નાગ નામના ભવનપતિ દેવો, સુંદર વર્ણવાળા જ્યોતિષ્ક દેવો, યક્ષો, રાક્ષસ, કિનરાં, કિંજુપ, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવો, ગંધવાં અને મહોરગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યંત પ્રશાંત મનવાળા થઈને બહુ જ ભાવપૂર્વક ધર્મદેશના સાંભળે છે. 25. અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રવચનિકો (સંન્યાસીઓ) પણ ભગત પાસે આવીને ભગવંતને નમન કરે છે. 26. ભગવંતના પાદમૂલમાં આવેલા તે પ્રાવચનિકો નિરુત્તર થઈ જાય છે, 27. જ્યાં શ્રી અરિહંત ભગવંતો વિચરતા હોય છે ત્યાં ત્યાં પચીસ યોજનમાં ઇતિ - ધાન્ય આદિને ઉપદ્રવ કરનાર ઉંદર વગેરે પ્રાણિગા ન હોય. 28. મારી-ઘણા લોકો જેમાં મરણ પામે એવા રોગ ન થાય. 29. સ્વચક્ર-સ્વદેશમાં રહેલ સૈન્યનો ઉપદ્રવ ન હોય. 30. પરચક્ર-પરેદશના સૈન્યનો ઉપદ્રવ ન હોય. 31. અતિવૃષ્ટિ-ધાન્યના પાક આદિને નુકસાન કરે એવા અધિક વરસાદ ન થાય. 32. અનાવૃષ્ટિ-પાક આદિને જોઈએ તે કરતાં ઓછો વરસાદ ન થાય. 33. દુર્ભિક્ષ-દુષ્કાળ ન થાય. 34. પૂર્વે ઉત્પન્ન થયેલ ઔત્પાદિક-અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે તથા તેનાથી થતાં અનિષ્ટો અને તાવ આદિ વ્યાધિઓ શમી જાય છે. 270 અરિહંતના અતિશયો