________________ 15. સર્વ ઋતુઓ અવિપરીત (અનુકૂળ) સુખકારક થાય છે. 16. શીતલ સુખકર સ્પર્શવાળા અને સુગંધી સંવર્તક નામના પવનથી ભગવંતની આસપાસની એક યોજન પ્રમાણ ભૂમિનું સંપ્રમાર્જન થાય છે. 17. તે જ યોજનપ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતા સુગંધી જલના વાદળાંઓમાંથી થતી વૃષ્ટિ વડે રજ અને રેણુથી રહિત કરાય છે. ‘ગંધાદરક વર્ષા' નામનો આ સત્તરમો અતિશય છે. 18. જલમાં (સરોવર આદિમાં) ઉત્પન્ન થતા, સ્થલ (ભૂમિ) ઉપર ઉત્પન્ન થતા, સુંદર, ઉત્તમ શોભાવાળા, નીચ દીઠ અને ઉપર વિકસિત ભાગવાળા, પાંચ વર્ણનાં સુગંધી પુષ્પોની ઢીંચણ સુધી ઊંચાઈવાળી રચના થાય છે. આ પુષ્પોપચાર (પુષ્પપ્રકર) નામનો અઢારમી અતિશય છે. 19. ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનોજ્ઞ (મનને ન ગમતા) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પાંચ ઇન્દ્રિય વિષયોનો અભાવ થાય છે. 20. મનોજ્ઞ (મનગમતા) શબ્દાદિ વિષયોનો પ્રાદુર્ભાવ થાય છે. [19. ભગવંત જ્યાં બેસે તે સ્થાન કાલાગુરુ, કુન્દરુક (ચીડા) કુરુક્ક (શિલ્પક) વગેરે નામના ઊંચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપોના મઘમઘાયમાન (પ્રચુર સુગંધવાળો) ઊંચે જતો જે સુવાસ, તેનાથી અત્યંત રમણીય થાય છે. 20. શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુ જેઓની ભુજા ઉપર અત્યંત મૂલ્યવાન ઘણાં આભૂષણો છે, એવા બે યક્ષ દેવતાઓ ચામર વીંઝે છે.] 21. ભગવંતની દેશના-વાણી હૃદયંગમ અને એક યોજન સુધી સાંભળી શકાય તેવી હોય છે. 22. ભગવંત અર્ધમાગધી ભાષામાં ધર્મદેશના આપે, કારણ કે આ જ ભાષા સૌથી અધિક કોમળ હોય છે. 23. ભગવંત જ્યારે અર્ધમાગધી ભાષામાં ધર્મદેશના આપતા હોય છે, ત્યારે તે ભાષા આર્ય અથવા અનાર્ય મનુષ્યો, હરણ આદિ પશુઓ, પક્ષીઓ અને સર્પ આદિ સરીસૃપ પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમનારી થાય છે અને તે પ્રાણીઓને હિત-અભ્યદય, શિવ મોક્ષ અને સુખ શ્રવણના આનંદને આપનારી થાય છે. 1. રજ=પવનથી આકાશમાં ઊડતી માટીના કણો. રેણુ-જમીન પર રહેલ ધૂળ. 2. આ બે અતિશયનું વર્ણન સૂત્રના મૂલપાઠમાં નથી, પણ ટીકામાં છે, તેથી કૌસમાં મૂકેલ છે. અરિહંતના અતિશયો 269