________________ ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ત્રણ છત્ર ભગવન્ત ઉપર આકાશમાં ચાલે છે. ભગવંત જ્યારે દેશના વગેરે માટે બેસે ત્યારે આ ત્રણ છત્ર ઉચિત સ્થાને અશોકવૃક્ષની નીચે ભગવંતના મસ્તક ઉપર ગોઠવાઈ જાય છે. સમવસરણમાં ભગવંતની ચારે આકૃતિઓ ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે. પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે - પૃથ્વી, પાતાલ અને સ્વર્ગ એ ત્રણે ઉપર સર્વોપરિ સામ્રાજ્યને સૂચવતાં, શરદ ઋતુનો ચંદ્રમા, કુંદ અને કુમુદ જેવા અત્યંત શુભ્ર, લટકતી મોતીઓની માળાઓની પંક્તિઓના કારણે અત્યંત મનોરમ અને પવિત્ર એવાં ત્રણ છત્ર દેવતાઓ વડે નિર્મિત કરાય છે.' શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશય વિષે કહ્યું છે કે - आगासगयं छत्तं / - આકાશમાં ત્રણ છત્ર હોય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - ઉજ્વલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જગતને વંદનીય એવા ભગવંતની ઉપર શોભે છે; વિહાર વખતે ભગવંતની ઉપર રહીને ભગવંતની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય એવા ભગવંત ઉપર રહેવાનો લાભ પોતાને મળ્યો છે, એથી જ જાણે એ છત્રોએ આનંદથી પોતાની ગ્રીવા ઉપર ન કરી હોય ! આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવસૂરિમાં સ્તુતિરૂપે કહ્યું છે કે - ‘લોકપુરુષરૂપી મહારાજાના મુગુટના મણિ, હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજું છત્ર અને બીજા ઉપર ત્રીજું છત્ર, એમ ઉપરાઉપરી રહેલાં આ ત્રણે છત્ર આપની જ પુણ્યસંપત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. એ ત્રણે છત્ર બતાવે છે કે આપની અંદર જ ત્રણે ભુવનની પ્રભુતાનો પ્રકર્ષ સમાવિષ્ટ છે. શ્રી ભક્તામર સ્તવમાં કહ્યું છે કે - 1. तथा भूर्भुवःस्वस्त्रयेकसाम्राज्यसंसूचकं शरदिन्दुकुन्दकुमुदावदातं प्रलम्बमानमुक्ताफलपटलावचूलमालामनोरमं छत्रत्रयमतिपवित्रमासूत्र्यते / - પ્રવ. સારાં. ગા. 440 વૃત્તિ. 2. સૂત્ર-૩૪. અતિશય-૭ મો. 3. લોક પ્ર. સ. 30, પૃ. 312. 4. પ્ર. 5 શ્લો. 8. અરિહંતના અતિશયો 263