________________ શ્રી વીતરાગસ્તવ, તેની ટીકા અને અવચૂરિમાં કહ્યું છે કે - હે વિશ્વવિશ્વેશ ! આપના આગળના ભાગમાં આકાશમાં દેવતાઓના હસ્તતલથી તાડિત-વગાડાતાં એવાં દુંદુભિ વાજિંત્રો પોતાના નાદ વડે સમસ્ત અંતરાલ (આકાશભાગ)ને પ્રતિધ્વનિત કરે છે. તે દુંદુભિ કહે છે કે - “વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધરો વગેરે આપ્ત પુરુષોને વિષે પણ આપનું જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે. આપ જ ધર્મના ચક્રવર્તી છો. નાથ ! તે દુંદુભિનાદ સાંભળતાં જ તે આપ્તજનોને અત્યંત આનંદનો અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુંદુભિનાદ વિના સર્વ લોકોને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે સૌના મનોરથોને પૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.” શ્રી ઋષભદેવ ભગવંતના વિહાર વખતના આ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત માં કહ્યું છે કે - ‘જાણે ભગવંતનું પ્રયાણચિત કલ્યાણમંગળ કરતો હોય તેવો પોતાની મેળે સતત શબ્દ કરતો દિવ્યદુંદુભિ ભગવંતની આગળ વાગતો હતો.' તિલોયપણત્તિમાં કહ્યું છે કે - વિષયકષાયોમાં અનાસક્ત અને મોહથી રહિત થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ', એમ ભવ્યજીવોને કહેવા માટે જ જાણે દુંદુભિ વાદ્ય ગંભીર શબ્દ ન કરતું હોય ! લોકપ્રકાશમાં કહ્યું છે કે - ભગવાન વિદ્યમાન છતે પ્રાણીઓને કર્મજન્ય કષ્ટ ક્યાંથી હોય !" એમ ગર્જના કરીને જાણે કહેતો હોય તેમ ભગવંતની આગળ આકાશમાં દેવદુંદુભિ વાગે છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા આ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવંતની સ્તુતિ કરતાં કહે છે કે - भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम् / एतनिवेदयति देव ! जगत्त्रयाय, મળે નખનમ: સુરકુમિતે" iાર |ii. 1. પ્ર. 5, શ્લો. 7. 2. પર્વ 1-2, સર્ગ-૬, પૃ. ૨૦૪પ. 3. ચતુર્થ મહાધિ કારી. 4. સ. 30, પૃ. 312. 5. ગા. 25. આ ગાથાના મંત્ર આ રીતે મળે છે -- ____ॐ ह्रीं दुन्दुभिप्रातिहार्यसहिताय श्रीजिनाय नमः / મહા . નવ. પૂ. 471. અરિહંતના અતિશયો 151