________________ સિંહાસનની બાજુમાં ચંદ્ર સમાન ઉજ્જવલ બે ચામરોને ધારણ કરીને ઉભેલા અને ઉત્તમ અલંકારોથી તેજસ્વી એવા બે દેવતાઓ હોય છે. તેઓ ચામર વીંઝતા હોય છે. દરેક સિંહાસનની આગળ સુવર્ણ કમલ ઉપર પ્રતિષ્ઠિત એક એક ધર્મચક્ર હોય છે. તે તેજમાં સૂર્યને જીતતું, સ્મરણ કરતાની સાથે જ શત્રુઓના અભિમાનને હરનારું અને અરિહંતોના ધર્મચક્રવર્તિપણાને સૂચવનારું હોય છે. ચારે દિશાઓમાં એક એક મહાધ્વજ હોય છે. તે એક હજાર યોજન ઊંચો હોય છે. આ સિંહાસન, ધર્મચક્ર, ધ્વજ, ત્રણ છત્ર અને ચામરો જ્યારે ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશ માર્ગ ઉપર ચાલતા હોય છે.' શ્રી વીતરાગસ્તવ તથા તેની ટીકા અને અવચૂરિમાં કહ્યું છે કે - મદોન્મત્ત વાદીઓ રૂપ હાથીઓની સામે સિંહ સમાન, હે સ્વામિન્ ! આપ જ્યારે દેવનિર્મિત સિંહાસન ઉપર આરૂઢ થઈને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપતા હો છો ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધાવાળાબુદ્ધિમાન દેવતાઓ અને મનુષ્યો શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી; કિન્તુ બુદ્ધિવિહીન મૃગો-પશુઓ પણ તે દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિંહાસન) ઉપર વિરાજમાન પોતાના સ્વામી મૃગેન્દ્ર સિંહ) સમાન એવા આપની ઉપાસનામાં સમુપસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચર્ય છે અને એ જ આપનો મહાન પ્રભાવ છે.' - ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિતમાં ભગવંત શ્રી ઋષભદેવ પ્રભુના વિહારના વર્ણનમાં કહ્યું જાણે પોતાનો યશ હોય તેવા આકાશમાં ચાલતા પાદપીઠથી સહિત સ્ફટિક રત્નનાં સિંહાસનથી તેઓ શોભતા હતા.' આ પ્રાતિહાર્યથી ગર્ભિત સ્તુતિ કરતાં શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહ્યું છે કે - श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्नसिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् / / आलोकयन्ति रभसेन नदन्तमुच्चै शामीकरादिशिरसीव नवाम्बुवाहम् / / 23 / / 1. आगासगएणं चक्केणं, आगासगएणं छतेणं, आगासगएणं सपायपीढेणं सिंहासणेणं, आगासगयाहिं સેગવરવામરહિં.... / 2. પ્ર. 5, શ્લો. 5. 3. પર્વ 1-2, સર્ગ-૬, પૃ. 204-205. અરિહંતના અતિશયો 259