________________ छत्रत्रयं तव विभाति शशाङ्ककान्तमुच्चैः स्थितं स्थगित भानुकरप्रतापम् / मुक्ताफलप्रकरजालविवृद्धशोभं, प्रख्यापयत्त्रिजगत: परमेश्वरत्वम् / / 31 / / હે પ્રભો ! ચંદ્ર જેવા ઉજ્વલ, મનોહર, તમારા મસ્તકની ઉપર ઊંચે ઉપરાઉપર ધારણ કરાયેલાં, સૂર્યનાં કિરણોના પ્રતાપને ઢાંકી દેનારાં, મોતીઓના સમૂહ વડે કરેલી રચના વિશેષથી શોભતાં અને તમારું ત્રણ જગતનું સ્વામીપણું જગતને જાહેર કરતાં તમારાં ત્રણે છત્રો શોભે છે. આ પ્રાતિહાર્યથી ગર્ભિત ગાથા કલ્યાણ મંદિર સ્તોત્રમાં આ રીતે મળે છે : उयोतितेषु भवता भुवनेषु नाथ ! तारान्वितो विधुरयं विहताधिकारः / मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र - व्याजात् त्रिधा धृततनुर्बुवमभ्युपेतः / / 26 / / હે નાથ ! તમારા વડે ત્રિભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત ચંદ્રમાનો (ભુવનને પ્રકાશિત કરવાનો) અધિકાર સંપૂર્ણ નાશ પામી ગયો છે. તેથી જ તે મોતીઓના સમૂહ કરીને સહિત અને ઉલ્લાસ પામતા એવાં ત્રણ છત્રનાં મિષથી ત્રણ શરીર કરીને તમારી સેવા કરવા આવ્યો હોય એમ નક્કી જણાય છે. આ ગાથાના રહસ્યને સમજાવવા ટીકામાં આપેલી દૃષ્ટાન્તકથા પરિશિષ્ટમાં આપવામાં આવી છે. આ ગાથામાં પ્રત્યંગિરા મહાવિદ્યા ગર્ભિત છે. એ વિદ્યાને આ પ્રાતિહાર્ય ગર્ભિત ગાથા દ્વારા વિધિપૂર્વક આરાધવાથી સર્વ પર વિદ્યાઓનો ઉચ્છેદ થાય છે. સાધક ઉપર કોઈએ પણ પ્રયુક્ત કરેલી કોઈ પણ વિદ્યા નિફળ જાય છે. આ પ્રાતિહાર્યથી ગર્ભિત મંત્ર આ રીતે છે - ॐ ह्रीं छत्रत्रयप्रतिहार्यविराजिताय श्री जिनाय नमः / - મહી, નવપૃ. 477. 174 અરિહંતના અતિશયો