________________ આ વિશે શ્રી વીતરાગ સ્તવના વિવરણમાં અને અવચૂરિમાં કહ્યું છે કે - "હે જગતના પૂજ્ય ! દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તો દેવતાઓ પૂજા કરે જ છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણોનો પવિત્ર સ્પર્શ થવાનો હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક (જલ)ની વર્ષા કરે છે અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય પુષ્પોના પ્રકારોથી (સમૂહોથી) સ્વસ્તિક, શ્રી વત્સ આદિની રચના કરીને ભૂમિની ભક્તિ કરે છે. "હે જગતના પરમપિતા ! જે જે સમવસરણની ભૂમિ આપથી અધ્યાસિત - આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હોય, તે તે સર્વભૂમિ તીર્થસ્વરૂપ છે. એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે એમાં આશ્ચર્ય જ શું છે ?" જેમ ધર્મચક્ર વગેરે ભગવંતના અતિશયો છે, તેમ ભગવંતને વિશે પરમ ભક્તિ તે દેવતાઓનો અતિશય કહી શકાય. દેવતાઓ પ્રાતિહાર્યો વગેરેનું વિક્ર્વણ (સર્જન) કરીને જે ભક્તિ કરે છે તે બીજાઓ કેવી રીતે કરી શકે ? દેવતાઓની આ ભક્તિ દ્વારા ભગવંતની પરમ મહાન પાત્રતાને જોતાં જોતાં અનેક ભવ્ય જીવોના હૃદયમાં બોધિબીજા વવાઈ જાય છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે શ્રી જિનપૂજા બે આશયોથી ઉત્તમ રીતે કરવી જોઈએ : (1) આત્મકલ્યાણાર્થે અને (2) તે ભવ્ય પૂજાને જોનારાઓ અનુમોદના કરીને બોધિ સમ્યગ્દર્શન પામી જાય તે માટે. દેવકૃત સોળમો અતિશય બહુવર્ણ પુષ્પવૃષ્ટિ बहुवर्णपुष्पवृष्टिः। बहुवर्णानां पंचवर्णानां जानूत्सेधप्रमाणपुष्पाणां वृष्टिः स्याद् / અનેક રંગોનાં એટલે કે પાંચ રંગોનાં પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ કરે છે. તે પુષ્પોનો ઢીંચણ સુધી ઊંચાઈવાળો થર ભૂમિ પર થઈ જાય છે. દેવકૃત આ અતિશયનું સંપૂર્ણ વર્ણન બીજા મહાપ્રાતિહાર્ય સુરપુષ્પવૃષ્ટિનાં વર્ણનમાં આપેલું છે. 1. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 93. અ. ચિ. કાં. 1 શ્લો. 63 સ્વ. ટી. અરિહંતના અતિશયો 35