________________ દષ્ટિપથમાં કદાપિ ન આવે.” એવી જ રીતે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંબા, નારંગી, કેળાં, દાડિમ વગેરે વસ્તુઓ ઉત્તમ મધુર રસમાં પરિણત થાય છે, કિન્તુ અપ્રિય રસવાળી વનસ્પતિઓ તે પ્રદેશમાં કદાપિ હોતી નથી.” એવી જ રીતે તે પ્રદેશમાં અત્યંત મૃદુ સ્પર્શવાળાં અને ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત નરનારીઓ વગેરે જ વિદ્યમાન હોય, કિન્તુ કઠિન સ્પર્શવાળાં પ્રાણીઓ, પત્થરો વગેરે વિદ્યમાન ન હોય.” એવી જ રીતે કસ્તુરી, ચંદન, પારિજાત, કમલ વગેરેની સુગંધ જ ત્યાં હોય, પણ ક્લેવર વગેરેની દુર્ગધ ત્યાં કદાપિ ન હોય.' હે દેવ ! જેમ બૌદ્ધ, સાંખ્ય, શૈવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતોના તાર્કિકો આપની સમીપમાં આવતાં જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનો ત્યાગ કરે છે. તેમ પાંચ ઇન્દ્રિયોના વિષય આપની સમીપતામાં પ્રતિકૂળતાનો ત્યાગ કરી અનુકૂલ થઈ જાય છે.” 24 2 અરિહંતના અતિશયો