________________ અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય અને અનુરાગનું પ્રગટીકરણ એ પ્રમોદનાં ચિહ્નો છે.” તે સર્વ ચિહ્નો અમે આ અશોક વૃક્ષમાં સ્પષ્ટ જોઈએ છીએ. તે આ રીતે - હે દેવ ! અશોક વૃક્ષનાં પુષ્પોની સુગંધથી લુબ્ધ થઈને મસ્તીમાં ભમતા આ ભમરાઓનો જે ઝંકારનાદ છે, તે વડે તે આપના ગુણોનું આનંદથી ગાન કરી રહેલ છે.' “હે નાથ ! આ મૃદુ પવનની લહરીઓથી ચંચલ થયેલાં પાંદડાંઓ વડે તે નૃત્ય કરી રહેલ છે.” “હે પ્રભો ! તે રક્ત (લાલ) વર્ણવાળો એટલા માટે થયો છે કે - ત્રણે જગતના ભવ્ય જીવોના મનમાં રહેલા આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સંજીવનીરૂપે રહેલા આપના ગુણોમાં તેને બહુ જ રાગ છે.” ત્રણે જગતમાં સર્વથી ઉપર રહેલ આપ ભગવંતની પણ ઉપર જેને રહેવાનું મળ્યું તે પ્રમોદથી મસ્ત કેમ ન હોય ?" અશોક વૃક્ષ મહાપ્રાતિહાર્યની સાથે ભગવંત કેવા દેખાય છે, તેનું રમણીય ચિત્ર અંતઃચક્ષુ સામે ઉપસ્થિત કરતાં શ્રી ભક્તામરસ્તવમાં કહ્યું છે કે - उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख - माभाति रूपममलं भवतो नितान्तम् / स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं, बिम्बं रवेरिव पयोधरपार्श्ववति / / 28 / / જેવી રીતે પ્રકાશમાન કિરણોવાળું અને અંધકારના સમૂહને નષ્ટ કરનારું સૂર્યનું બિંબ વાદળાંની સમીપે શોભે છે, તેવી રીતે અશોક વૃક્ષની નીચે ઊંચે જતાં કિરણોવાળું આપનું નિર્મળ રૂપ પણ અત્યંત શોભે છે. ભક્તામરસ્તવની આ ગાળામાં પ્રથમ પ્રાતિહાર્ય ગર્ભિત ભગવંતનું ધ્યાન છે. એ ગાથાની વિધિપૂર્વકની આરાધનાથી સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે, વ્યાપારમાં લાભ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે અને વિજય મળે છે. લોકપ્રકાશમાં અશોક વૃક્ષ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે - चलत्किसलयो भव्यान, कराग्रैराह्वयत्रिव / 1. સ્તુતિરૂપે અશોક વૃક્ષ પ્રાતિહાર્યનું વર્ણન અનેક સ્તોત્રોમાં મળે છે. જુઓ-જૈન સ્તોત્ર- સંદોહ ભા. 1-2 સ્થળ સંકોચાદિ કારણે તે અહીં આપેલ નથી. 2. ભક્તામર-મંત્ર-માહાભ્ય, પૃ. 183. 3. સર્ગ-૩૦, પૃ. 312. 148 અરિહંતના અતિશયો