________________ શ્રી સમવાયાંગ સૂત્રમાં પુષ્પવૃષ્ટિને બદલે પુષ્પોપચાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પુષ્પોપચારનો અર્થ ટીકામાં પુષ્પપ્રકર કરવામાં આવ્યો છે. તેનો અર્થ પુષ્પની વ્યવસ્થિત રચના થાય છે. દેવતાઓ કેવળ પુષ્પો વરસાવે છે, એવું નથી પણ સાથે સાથે તે પુષ્પોની વ્યવસ્થિત રચના પણ કરે છે. તેમાં સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે પ્રશસ્ત આકૃતિઓની રચનાઓ કરાય છે. જેમ આજે પણ ભગવંતની લાખો પુખોથી આંગી રચવામાં આવે છે, તેમાં લગભગ મોટા ભાગનાં પુષ્પો ભગવંતની આગળ વ્યવસ્થિત આકૃતિઓમાં (ડીઝાઈનોમાં) પાથરવામાં આવે છે, તેમ ભગવંતની ચારે બાજુ ઢીંચણ પ્રમાણ પુષ્યરચના દેવતાઓ કરે છે. આઠે મહાપ્રાતિહાર્યોમાં પ્રથમ બે પ્રાતિહાર્યો દૃશ્યની અપેક્ષાએ વ્યાપક છે. ભગવંતના મસ્તક ઉપર આકાશમાં ચારે બાજુ લાલ પાંદડાંઓ, પુષ્પો વગેરેવાળો એક યોજન વ્યાપી અશોક વૃક્ષ હોય છે, જ્યારે ભગવંતના પગની ચારે બાજુ ભૂમિ ઉપર યોજન વ્યાપી પુષ્પપ્રકર હોય છે. અશોક વૃક્ષની ઉપરના વાતાવરણમાં ભુવનવ્યાપી દુંદુભિનાદ હોય છે, જ્યારે અશોક વૃક્ષની નીચેના વાતાવરણમાં યોજન વ્યાપી દિવ્યધ્વનિ હોય છે. પ્રકાશની અપેક્ષાએ સમવસરણમાં ચાર રૂપવાળા ભગવંતનો તેમજ ચાર ભામંડલનો સૌમ્ય અને આંખને આનંદ આપનાર પ્રકાશ સર્વત્ર હોય છે. સમવસરણની મધ્યમાં ભગવંતનો, ભામંડલનો, ચામરોના મણિમય દંડનો, સિંહાસનના રત્નોનો અને ત્રણે છત્રોનો પ્રકાશ હોય છે. આવો સમુદિત પ્રકાશ જગતમાં સમવસરણ સિવાય અન્યત્ર ક્યાંય કદી પણ જોવા મળે જ નહીં. પુષ્પવૃષ્ટિમાં કલ્પવૃક્ષનાં પુષ્પો, પારિજાત પુષ્પો વગેરે પ દિવ્ય પુષ્પો હોય છે. તેમ જ મચકુંદ, કુંદ, કુમુદ, કમલ, મુકુંદ, માલતી વગેરે જલનસ્થલજ પુષ્પો હોય છે. 1. નાલુસેરામામને પુછવયારે વિM . ઢીંચણ સુધીની ઊંચાઈવાળો પુષ્પોપચાર કરાય છે. - સૂત્ર-૩૪. 2. स्वस्तिकश्रीवत्सादिरचनाविशेषेण देवैः रचितत्वादिव्य: पंचवर्णपुष्पप्रकरः / સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે વિશેષ પ્રકારની રચના વડે દેવતાઓએ રચેલ દિવ્યપુષ્પપ્રકર. - વી. સ્વ. પ્ર. 4 અવ. શ્લો. 10. 3. કર્યુવનવ્યાપી ડુમિધ્વાન ચા - અ. ચિ, કાં, 1 શ્લો, 62 ટીકા. 4. વિશેષ માટે જુઓ ત્રીજા મહાપ્રાતિહાર્યનું વર્ણન. 5. વી. સ્વ. પ્ર. 4. શ્લોક. 10 ટીકા. 6. પ્રવ. સાર. ગા. 440, વૃત્તિ. 7. પિત્તોપતિમાં કહ્યું છે કે - “શ્રી જિનેન્દ્ર ભગવંતનાં ચરણકમળોનાં મૂલમાં ભક્તિયુક્ત દેવોએ કરેલી ઉત્તમ પુષ્પવૃષ્ટિ થાય છે. તે પુષ્પો રણરણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે. - ચતુર્થ મહાધિકાર 250 અરિહંતના અતિશયો