________________ કેટલાક ગ્રંથોમાં ભક્તામર સ્તોત્રની 48 ગાથાઓ મળે છે, તેમાં ગાથા-૩૩માં કહ્યું છે કે - मन्दारसुन्दरनमेरूसुपारिजात - सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धा / गन्धोदबिन्दुशुभमन्दमरुत्प्रपाता, दिव्या दिवः पततिं ते वचसां ततिर्वा / / સુગંધી જળનાં બિંદુઓથી શુભ અને મંદ પવનથી સહિત એવી મંદાર, સુંદર નમે, સારાં પારિજાત અને સંતાનકાદિ વૃક્ષનાં પુષ્પોની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાંથી પડે છે, તે જાણે કે આપશ્રીનાં વચનોની દિવ્ય પંક્તિ હોય નહિ, તેવી દેખાય છે. ઉપમિતિમાં કહ્યું છે કે - દેવતાઓ અને અસુર હાથ વડે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, ઝંકાર કરતા ભમરાઓથી સહિત એવી તે પુષ્પવૃષ્ટિ ઊંચેથી નીચે પડી રહી છે અને તેની સુગંધ વડે દિશાઓ સુગંધિત થઈ ગઈ છે. ત્રીજું મહાપ્રાતિહાર્ય દિવ્યધ્વનિ બધી જ પ્રવૃત્તિઓ છોડીને એકદમ દોડી આવેલા એવા અને જેઓએ પોતાનું મુખ ઊંચુ કર્યું છે એવા હરિણોના સમૂહ વડે અત્યંત આકુળતાપૂર્વક શ્રવણ કરાતો, સર્વજનોને આનંદપ્રમોદ આપનારો અને અત્યંત સરસ અમૃતરસ-જેવો દિવ્યધ્વનિ દેવો વડે કરાય છે. અહીં કેટલાક એ પ્રશ્ન કરે છે કે ઉત્તમ સાકર અને દ્રાક્ષ વગેરેના રસથી મિશ્રિત, સારી રીતે ઉકાળાયેલ સ્નિગ્ધ દૂધ જેવો અને સર્વ જનોને આલાદદાયક જે તીર્થકર ભગવંતનો ધ્વનિ ને પ્રાતિહાર્ય કેમ કહેવાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે શ્રી તીર્થકર ભગવંતની વાણી સર્વ મધુર અને મનોરમ પદાર્થોના સમૂહો કરતાં અત્યંત મધુર શબ્દવાળી સ્વભાવથી જ હોય છે. જ્યારે માલકોશ વગર રાગો વડે ભવ્યજનોના ઉપકાર માટે ભગવાન દેશના આપે છે, ત્યારે ભગવંતની બન્ને બાજુ રહેલા દેવતાઓ વડે વેણુ, વીણા વગેરેના ધ્વનિ વડે તે જ ભગવંતના શબ્દો વધારે ક પ્રિય કરાય છે. જેવી રીતે મધુર ગાયનમાં પ્રવૃત્ત અત્યંત 1. પૃ. 602, શ્લો. 618. 2. सरसतरसुधारससोदरः सरभसविविधदेशापड़तमुक्तव्यापार-प्रसारितवदनेः कुरंगकुलेराकुलाकुलैरुत्कर्णराकर्ण्यमानः सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिवितन्यते / - પ્રવ. સારો. ગા. 440, વૃત્તિ 3. પ્રય, સારો, ગા. 8 60, વૃત્તિ. અરિહંતના અતિશયો