________________ ભગવંતને પગ મૂકવા માટે દેવતાઓ સુવર્ણ કમળો રચે છે અને ભગવંતની ભક્તિ નિમિત્તે પુષ્પવૃષ્ટિ કરે છે. જેમ ભગવંતના પગ ભૂમિ પર હોતા નથી, સુવર્ણ કમળો પર હોય છે, તેમ ભગવંત સાથે ચાલતા ગણધરો વગેરે સૌના પગ ભૂમિ ઉપર હોતા નથી, પુષ્પપ્રકરપર હોય છે. ભગવંતના પ્રભાવથી સાથે રહેલા જનોના પગને પણ કઠિન ભૂમિ સ્પર્શી શકતી નથી. વળી પુષ્પોનાં બિટ નીચે હોવાથી પુષ્પના બિટ જેવી સહેજ કઠણ વસ્તુ પણ ભગવંત સાથે ચાલનારાઓના પગને સ્પર્શી શકતી નથી. ગમે તેટલા લોકો તે પુષ્પો પરથી ચાલે તો પણ તે પુષ્પો નીચે દબાઈ જાય નહીં, તેથી પુષ્પોની સપાટી કાયમ એકસરખી જ રહે અને તેથી સ્વસ્તિક વગેરે રચનાઓ પણ તેવી જ રહે છે. આ પુષ્પોના વર્ણન (રંગને) ઉપમા વડે દર્શાવતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં કહે છે કે - ‘યંતર દેવતાઓએ ઇન્દ્રધનુષના ખંડના જેવી પંચવર્ષી જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી.” આ પુષ્પવૃષ્ટિ મહાપ્રાતિહાર્ય દ્વારા શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવંતની સ્તવના કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે - चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः / त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि / / હે વિભો ! આપ જ્યાં જ્યાં વિચરો છો, ત્યાં ત્યાં અને સમવસરણમાં ચારે તરફ દેવતાઓ સુગંધીદાર પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરે છે, તેમાં સર્વ પુષ્પોની ડીંટીયા નીચે રહે અને પાંખડીઓ ઉપર રહે. એવી રીતે કેમ પકડે છે, તે આશ્ચર્ય છે અથવા હે મુનીશ ! તે તો યોગ્ય જ છે કારણ કે આપ જ્યાં પ્રત્યક્ષ હો ત્યાં સુમનસોનાં (સારા મનવાળા ભવ્ય પ્રાણીઓનાં) બેડી વગેરે બાહ્ય બંધનો અને કર્મરૂપ આંતરિક બંધનો નીચે જ જાય છે - - તૂટી પડે છે. “સુમનસુ' એટલે પુષ્પો પણ કહેવાય છે. તેથી પુષ્પોનાં બંધનો એટલે ડીંટીયા પણ નીચે હોય છે. તે યોગ્ય જ છે. 1. પર્વ. 1, સર્ગ. 6, પૃ. 206. 2. ગા. 20 આ ગાથાની વિધિમાં એક મંત્ર કહ્યો છે, તે મંત્રથી સફેદ ફૂલને 108 વાર મંત્રીને રાજા વગેરેને સુંઘવા આપવાથી તે વશ થાય છે અને ગુનો માફ કરે છે. - મા, નવ. 873. 3. આ પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય દ્વારા ભગવંતના સ્મરણ માટે કલ્યાણમંદિર સ્તોત્રનાં વિધિવિધાનોમાં આ મંત્ર પ્રાપ્ત થાય છે : 34 પુષ્પવૃષ્ટિપ્રતિહાર્યોપfમતા શનિનાય નમ: - મહા. નવ. પૂ. 473. અરિહંતના અતિશયો 151