________________ પ્રથમ મહાપ્રાતિહાર્ય અશોક વૃક્ષ દેવતાઓ શ્રી જિનેશ્વર ભગવંત ઉપર સદા અશોક વૃક્ષની રચના કરે છે. ભગવંત જ્યારે સિંહાસન ઉપર વિરાજમાન હોય ત્યારે તે વૃક્ષ ઉચિત રીતે ઉપર ગોઠવાયેલો હોય છે અને જ્યારે ભગવંત ચાલતા હોય છે, ત્યારે તે વૃક્ષ ભગવંત અને ભગવંત સાથેનાં સર્વ જનો ઉપર છાયા કરતો આકાશમાં ચાલે છે. તાત્પર્ય કે આ વૃક્ષ ભગવંતની સાથે જ સદા હોય છે. તે અશોક વૃક્ષ અત્યંત નજીક નજીક રહેલા, પવનથી અવિરત હાલતા, નવીન, કોમળ અને રક્ત વર્ણનાં પલ્લવોના સમૂહથી શોભે છે. તેના ઉપર સર્વ ઋતુઓનાં સુવિકસિત સર્વોત્તમ પુષ્પો હોય છે. તે પુષ્પોમાંથી સતત નીકળતા પરિમલથી ભમરાઓના સમૂહો દૂર દૂરથી અંચાઈને આવે છે. તે ભમરોનો રણરણ અવાજ ત્યાં આવેલા ભવ્ય જીવોના કાનને મધુર સંગીત અર્પિત કરે છે. આવો મનોરમ આકારવાળો, વિશાળ શાખાઓવાળો અને એક યોજન પ્રમાણ વિસ્તારવાળો તે અશોક વૃક્ષ હોય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - जत्थ जत्थ वि य णं अरहंता भगवंतो चिटुंति वा निसीयंति वा तत्थ तत्थ वि य णं जक्खा देवा संच्छन्नपत्तपुप्फपल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघंटो सपडागो असोगवरपायवो अभिसंजायइ / જ્યાં જ્યાં પણ અરહંત ભગવંતો ઊભા હોય છે અથવા બેસે છે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાંદડાંઓથી સંછન્ન, પુષ્પા અને પલ્લવોથી સમાકુલ તથા છત્રો, ધજાઓ, ઘંટો અને પતાકાઓથી સહિત એવા શ્રેષ્ઠ અશોક વૃક્ષની રચના કરે છે. આ અશોક વૃક્ષની ઊંચાઈ ભગવંતની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. શાસ્ત્રોમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવંતના અશોક વૃક્ષની ઊંચાઈ ૩ર ધનુષ પ્રમાણ 1. उल्लसद्बहलपाटलपल्लवजालसर्वकालविकसदसमानकुसुमसमूहविनिः सरदविरलपरमपरिमलोद भारभरसमाकृष्यमाणभ्रमद्-भ्रमरनिकुरम्बरणरणारावशिशिरीकृतप्रणमद्-भव्यजननिकर श्रवणविवरोऽतिमनोरमाकारशालिविशालशाल: ककेलितरु: अशोकतरुर्जिन-स्योपरि देवैविधीयते / - પ્રવ. સારો. ગા. 440 વૃત્તિ. 2. निच्चोउगो त्ति नित्यं सर्वदा ऋतुरेव पुष्पादिकालो यस्य स नित्यर्तुकः / આ અશોક વૃક્ષને સદા ઋતુ-પુષ્પ વગેરેનો કાળ હોય છે. - પ્રવ. સાર. ગા. 440 વૃત્તિ. 3. સૂત્ર-૩૮. 4. असोगवरपायवं जिणउच्चताओ बारसगुणं सक्को विउब्वइ / -- જિનશ્વરની ઊંચાઈથી બાર ગુણ અશોક વૃક્ષ શક્ર વિદુર્વે છે. - આવશ્યક ચૂર્ણિ 144 અરિહંતના અતિશયો