________________ ઋતુઓની અનુકૂળતા વિશે શ્રી વીતરાગસ્તવ.' તેનું વિવરણ અને તેની અવચૂરિમાં ભગવંતની સ્તવના કરતાં કહ્યું છે કે - હે વિશ્વના ઉપાસનીય ! આપનાં પવિત્ર ચરણકમળોનાં શરણે આવીને વસંત આદિ છયે ઋતુઓ એકીસાથે સમકાલ આપનાં ચરણયુગલની ઉપાસના કરે છે.’ હે દેવ !આ ઋતુઓ આપનાં ચરણકમળને ભક્તિથી નહીં. કિન્તુ ભયથી સેવે છે !'તે ઋતુઓને એવો ભય છે કે : અમોએ અનાદિ કાલથી ભગવંતના નિષ્કારણ શત્રુ એવા કામદેવને સહાય કરી છે, તેથી જેવી નિર્દયતાથી ભગવંતે કામદેવનો પરાજય કર્યો. તેવી જ નિર્દયતાથી અમારો પણ નિગ્રહ કરી લેશે !' હે સ્વામિનું ! આ રીતે જાણે ભયભીત ન થએલી હોય તેમ સર્વ ઋતુઓ પોતાને સમુચિત એવાં પુષ્પો, ફળો વગેરેનાં ભેટમાં નિજ હસ્તમાં લઈને આપની એકસાથે સમકાલ ઉપાસના કરે છે.” પાંચ ઇન્દ્રિયોના અર્થોની અનુકૂળતા વિશે વીતરાગસ્તવ' તેનું વિવરણ અને તેની અવચૂરિમાં કહ્યું છે કે - હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિનું ! ત્રણે જગતના પરમ ગુરુ એવા આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં પાંચે ય ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ થતા જ નથી, એટલું જ નહિ. કિન્તુ તે બધાં આપને અનુકૂળ થઈ જાય છે.' “આપ જે પ્રદેશમાં વિચરતા હો તે પ્રદેશમાં વેણુ, મૃદંગ, મધુરગીત વગેરેના શબ્દો તથા "જય પામો, જય પામો", "ઘણું જીવો, ઘણું જીવો'', વગેરે પ્રશસ્ત ઉચ્ચારો જ સંભળાય. તે બધા જ શબ્દો કન્દ્રિયને સુખકર જ હોય છે. પરંતુ રૂદન વગેરેના કરુણ શબ્દો તથા ગધેડું, ઊંટ, કાગડો વગેરેના કર્કશ શબ્દો, જે કર્ણ ઇન્દ્રિયને દુઃખકારક હોય તે કદાપિ ન જ સંભળાય.” ‘એવી જ રીતે તે પ્રદેશમાં સુંદર સ્ત્રીઓ-પુરુષો, રાજાઓ, દેવતાઓ, દેવવિમાનો, ઉત્તમ ફળોથી સહિત ઉદ્યાનો, જલપૂર્ણ સરોવરો, સુંદર કમલખંડ વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયો જ આંખ સામે આવે, કિન્તુ મેલા શરીરવાળાં પ્રાણીઓ. રોગીઓ, મૃતશરીર વગેરે 1. પ્ર. 4 ગ્લો. 9. 2. આ આલંકારિક ભાષા છે. 3. વસંત આદિ ઋતુઓ તે તે પ્રકારના કામવિકારોનું ઉદ્દીપન કરે છે, તેથી. 4. પ્ર. 4 ગ્લો. 8. અરિહંતના અતિશયો 24